રાજ્ય સરકાર દ્વારા દ્વારા તારીખ આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને શનિવારના રોજ અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી રાઠોડ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં ફિલ્ડ વિઝીટ કરી સફાઈ વ્યવસ્થાને વધુ સઘન બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન અમરેલી નગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકનાર, જાહેર સ્થળોએ થૂંકનાર તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા વિસ્તારમાં વિવિધ સ્થળોએ કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત કુલ ૩૦ કેસમાં રૂ.૧,૭૫૦ દંડ વસૂલવામાં આવ્યો હતો.
નગરપાલિકા તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને નાગરિકોને સ્વચ્છતા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.


















Recent Comments