અમરેલી નગરપાલિકા દ્વારા સુવિધા સભર શ્રી દિલીપ સંઘાણી સાંસ્કૃતીક હોલનાં નવિનીકરણ સાથે તા. ૦૩.૦પ.ર૦રપ ને શનિવારનાં રોજ મ્યુઝીકલ નાઈટ સાથે ભવ્ય શુભારંભ કરવામાં આવશે, જેનાં અધ્યક્ષ દિગ્ગજ નેતા અને ઈફકો, એનએસયુઆઈ અને ગુજકોમાસોલનાં ચેરમેન માન. દિલીપભાઈ સંઘાણી રહેશે. અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ બિપીનભાઈ લિંબાણીની યાદીમાં જણાવ્યાં મુજબ અમરેલી નગરપાલિકા હસ્તકનાં શ્રી દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલનાં નિર્માણનાં વરસો બાદ લાભાર્થીઓ માટે જે સેવાઓની ઉણપ હતી, તે ફાયર સહિતની સુવિધા સભર નવિનીકરણની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છેઈ સાંસ્કૃતિક હોલનો ઉપયોગ કરનારા લોકોને પુરતી સેવા હાલનાં નવિનીકરણમાં ઉપલબ્ધ કરવામાં આવેલ છે. તા.૦૩.૦પ.ર૦રપ ને શનિવારનાં રોજ રાત્રિનાં ૦૮:૩૦ કલાકે નવિનીકરણ સાથેનાં સાંસ્કૃતિક હોલનો સુપ્રસિધ્ધ ઓરકેષ્ટ્રા મ્યુઝીકલ મિલોઝ બેન્ડ સાથે શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ ભરતભાઈ સુતરીયા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી રહેશે. વિશેષ ઉપસ્થિતિમાં પુર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ દવે, દિનેશભાઈ પોપટ, ડૉ. ભરતભાઈ કાનાબાર, શરદભાઈ લાખાણી, હિરેનભાઈ હિરપરા, રાજેશભાઈ કાબરીયા, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, અમરેલી માર્કેટિંગ યાર્ડ પુર્વ ચેરમેન પી.પી.સોજીત્રા રહેશે. અમરેલી નગરપાલિકાનાં ઉપપ્રમુખ શ્રીમતી બિનાબેન વિશાલભાઈ કાલેણા, કારોબારી ચેરમેન મનિષભાઈ ધરજીયા, ચીફ ઓફિસર પ્રતિક કુંભાણી, નગરપાલિકાનાં તમામ સભ્યો તેમજ નગરપાલિકા પરિવાર દ્વારા શહેરીજનોને ખાસ ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
અમરેલી નગરપાલિકા દ્વારા શ્રી દિલીપ સંઘાણી સાંસ્કૃતીક હોલનાં નવિનીકરણ સાથે તા. ૦3 મે ને શનિવારનાં રોજ મ્યુઝીકલ નાઈટ સાથે ભવ્ય શુભારંભ કરવામાં આવશે

Recent Comments