અમરેલી

અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી સંપન્ન

ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય અંતર્ગત માય ભારત, અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા મહિલાઓને વિશેષ વિગતો અને માર્ગદર્શન મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિન કાર્યક્રમની શ્રી ગુર્જર ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા અમરેલી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી નહેરુ યુવા કેન્દ્ર વતી શ્રી પ્રવિણ બી. જેઠવા દ્વારા અમરેલી કચેરીની કામગીરી વિશે વિગતો આપવામાં આવી હતી.

અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરીના નાણાકીય સાક્ષરતાના તજજ્ઞ શ્રી મિનાક્ષીબેન પંડ્યા, શ્રી રોશનીબેન મચ્છર, મહિલા સહાય કેન્દ્ર કાઉન્સિલર, અમરેલી  મહિલા પોલીસ સ્ટેશન દ્વારા બહેનોને ઉપયોગી તથા બહેનો માટેની સરકારી યોજના અંગે વિગતો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના શ્રી મિતાલીદીદીએ ‘સમાજ ઘડતરમાં બહેનોનો મૂલ્યવાન ફાળો’  વિષય પર વક્તવ્ય આપ્યું હતું. મહિલા મંડળ દ્વારા ગુલાબી ડ્રેસિંગ સ્પર્ધા, સંગીત ખુરશી સ્પર્ધા તેમજ એક મિનિટની રમત સહિત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી. પ્રથમ ત્રણ વિજેતાઓ અને આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ૬૦ બહેનોને અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

ગોપાલગ્રામ હાઇસ્કૂલ ખાતે કાયમી આચાર્ય બનતા શ્રી ઓ.પી.જાટકિયાને મહિલા મંડળના હોદ્દેદારોએ પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. અમરેલી ખાતે છેલ્લા ૦૫ વર્ષથી પોતાની ફરજ બજાવી રહ્યા છે તે શ્રી કોમલબેન રાઠોડનું પણ મહિલા મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી ઉર્વીબેન ભરતભાઇ ટાંક, શ્રી સોનલબેન પોરિયા, શ્રી દક્ષાબેન આજુગિયા, શ્રી બિનલબેન ટાંક, શ્રી શોભાનાબેન પોરિયા,

Follow Me:

Related Posts