વડિયા તાલુકા ના પોક્સો ના ગુના માં આરોપી ને નિર્દોષ છોડતી અમરેલી સ્પેશલ પોક્સો અને ચોથા એડી. ડિસ્ટ્રિક્ટ કોર્ટ
વડિયા તાલુકા ના પોક્સો ના ગુના માં આરોપી ને નિર્દોષ છોડતી અમરેલી સ્પેશલ પોક્સો અને ચોથા એડી. ડિસ્ટ્રિક્ટ કોર્ટબચાવ પક્ષે એડવોકેટ સુમિત બી. શર્મા ની દલીલો ગ્રાહ્ય રાખતી કોર્ટઅમરેલી, વડિયા પોલીસ સ્ટેશન ના પોક્સો ના ગુનામાં આઈ. પી. સી 376(2)(જે), 376, 376(ડી), 34, 506(2) તથા પોક્સો એક્ટ ની કલમ 4,6,17 મુજબ ની કલમો સાથે ફરિયાદ માં આરોપી તરિકે મગન સોમાભાઈ ચૌહાણ ઉ.વ. 50 ની અટક કરવામાં આવેલ જે કામે પોલિસ દ્વારા પુરતા પુરાવાઓની સાથે ચાર્જશીટ કોર્ટમાં સબમીટ કરવામાં આવેલ. ત્યારબાદ કેસની ટ્રાયલ ચાલુ થયેલ. જેમાં ફરિયાદી, પંચો, સાહેદો, સરકારી સાહેદો, એફ.એસ.એલ અધિકારી, ડોકટર્સ તથા કેસના તપાસ કરનાર ને તપાસતા કોર્ટ દ્વારા આરોપી નો નિર્દોષ છુટકારો કરવામાં આવ્યો હતો.જેમાં બચાવ પક્ષે એડવોકેટ સુમિત બી. શર્મા ની દલિલોને કોર્ટે ગ્રાહય રાખી ચુકાદો આપ્યો હતો.
Recent Comments