અમરેલી

અમરેલીની પરિણીતા પર કલોલમાં સાસરિયાએ સિતમ ગુજાર્યો

અમરેલીની પરિણીતાના લગ્ન કલોલમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયાએ સિતમ ગુજારવાનું શરૂ કર્યું હતું. જેને લઈ પિયર પરત ફરી હતી. ભારતીબેન સમીરભાઈ પરમાર (ઉ.વ.૩૭)એ કલોલ ખાતે રહેતા પતિ સમીરભાઇ વિનોદભાઇ પરમાર, સાસુ રૂપાબેન વિનોદભાઇ પરમાર, જેઠ સંદિપભાઇ વિનોદભાઇ પરમાર તથા જેઠાણી હેતલબેન સંદિપભાઇ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના લગ્નજીવન તા.૨૬/૧૧/૨૦૧૪ થી તા.૧૫/૧૦/૨૦૨૫ના દરમિયાન પતિ સમીરભાઇ વિનોદભાઇ પરમાર, સાસુ રૂપાબેન વિનોદભાઇ પરમાર, જેઠ સંદિપભાઇ વિનોદભાઇ પરમાર, જેઠાણી હેતલબેન સંદિપભાઇ પરમારે તેમને ઘરકામ – કરિયાવર બાબતે તેમજ કોઇ વાંક વગર શંકા કરી અવારનવાર મેણાટોણા મારી શારીરિક માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હતો. ઉપરાંત પતિએ ઢીકાપાટુનો મુંઢમાર મારી, ગાળો આપી, જાનથી મારવાની ધમકી આપી હતી. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.કે. સોળીયા વધુ તપાસ કરી રહ્યા છે.

Related Posts