fbpx
અમરેલી

સંભવિત વાવાઝોડાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની સૂચના

હાલ સંભવિત વાવાઝોડાનાં પગલે દરિયામાં મોટાં મોજાઓ ઉછળતા માછીમારોને પોતાની બોટ લઈને દરિયામાં જવું હિતાવહ નથી. તેથી જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે. આ સમયે જાફરાબાદના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે તમામ માછીમારોને અપીલ કરતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં સંભવિત સાયક્લોનની પરિસ્થિતિમાં ફિશરીઝ કમિશ્નરશ્રી તેમજ કલેકટરશ્રીની સૂચના મુજબ કોઈપણ બિન્યાંત્રિક બોટ, હલેસા વાળી બોટ કે પગડીયા માછીમારી કરતા માછીમારો ખાડીમાં કે દરિયા કિનારાના વિસ્તારમાં  હોવાથી માછીમારી કરવા ન જાય.

વાવાઝોડાની અગાહીને ધ્યાને રાખીને આપવામાં આવેલી સૂચનનો કડક અમલ કરવા પણ જણાવવામાં આવ્યું છે. પરંતુ તેમ છતાં જો કોઈ વ્યક્તિ દરિયામાં માછીમારી કરતા જણાય આવશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તમામ બોટ માલિકોએ તેમની બોટ સલામત જગ્યાએ લાંગરવા તેમજ નુકસાન ન થાય તે રીતે રાખવા સૂચના આપવામાં આવે છે.

Follow Me:

Related Posts