fbpx
અમરેલી

અનલોક-૧ નામ અને નવા રંગરૂપ સાથે લોકડાઉન ૫ ના નિયમો જાહેર

કોરોના વાયરસને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેના
અનુસંધાને ઝડપી કોવિડ-૧૯ના સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની અવરજવર વાળા જાહેર અને
ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે સમગ્ર જિલ્લામાં કેટલાક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. લોકડાઉન
– ૫ ને અનલોક ૧ નામ આપવામાં આવ્યું છે. જે અન્વયે રાજ્યભરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં
પ્રતિબંધિત પ્રવૃત્તિઓને તબક્કાવાર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રતિબંધિત પ્રવૃત્તિઓ:
જે અંતર્ગત ગૃહવિભાગની પરવાનગી સિવાય તમામ આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી નિષેધ છે. મેટ્રો રેલવે
સેવાઓ બંધ છે. તમામ શાળા, કોલેજો, તાલીમ સંસ્થાઓ, કોચિંગ ક્લાસીસ, અનુશિક્ષણ સંસ્થાઓ બંધ રહેશે. સિનેમા
હોલ, જીમનેશિયમ, સ્નાનગરો, મનોરંજનના સ્થળો, જાહેર બગીચા, વોટર પાર્ક, પ્રાણીસંગ્રહાલય, નાટ્યગૃહો અને એવા
તમામ જાહેર સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા તમામ સ્થળો બંધ રહેશે. રાજકીય, ધાર્મિક,

2
મનોરંજન, રમતગમત, સાંસ્કૃતિક અને સામાજિક મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય
તેવા કોઈ આયોજન કરવા નહીં. પુરાતન સ્થળો, દરિયા કિનારો અને અન્ય પ્રવાસન સ્થળો પૂર્ણતઃ બંધ રહેશે.
કન્ટેનમેન્ટ ઝોનમાં સરકારની ગાઈડલાઈન મુજબ સવારના ૭ કલાકથી સાંજના ૭ કલાક સુધી આવશ્યક
ચીજવસ્તુઓ મળશે. એ સીવાયની દરેક પ્રવૃત્તિ પર પ્રતિબંધ રહેશે. જિલ્લામાં સામાન્ય નાગરિકો માટે આવશ્યક સેવા
સિવાય વ્યક્તિગત અવરજવર રાત્રે ૯ કલાકથી સવારે ૫ કલાક સુધી સખ્તપણે પ્રતિબંધિત છે. દસ વર્ષથી નીચેના
બાળકો, ૬૫ વર્ષથી ઉપરના વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ અને શારીરિક અસ્વસ્થતા ધરાવતા વ્યક્તિઓને અતિ આવશ્યક
કામગીરી અને મેડિકલ સારવાર ના કારણો સિવાય ઘરની બહાર નીકળવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
કંઈ-કંઈ પ્રવૃત્તિઓ શરૂ થશે:
જિલ્લાના નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સવારના ૮ કલાકથી સાંજે ૭ કલાક સુધી વિવિધ પ્રવૃત્તિ ઓ શરૂ થઈ શકશે
જેમકે, કરિયાણાની રિટેલ દુકાનો, ઉદ્યોગો, ચા સ્ટોલ, ૨૦ લોકોની મર્યાદા સાથે અંતિમયાત્રા તેમજ ૫૦ વ્યક્તિઓની
મર્યાદા સાથે લગ્ન, પાન પાર્લર, હેરસૂલન, બ્યુટીપાર્લર, સિટિબસ, ૬૦% કેપિસિટી સાથે લાઈબ્રેરી, પ્રાઇવેટ બસ સર્વિસ,
બેંક, સરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ,ઓટો રીક્ષા, ગેરેજ, વર્કશોપ, ટેક્સી વગેરે.
આ ઉપરાંત ધાર્મિક સ્થળો, ફેરિયા, હોટેલ, કલબ, રેસ્ટોરન્ટ, મોલ વગેરે પ્રવૃત્તિઓ ૮ જૂનથી શરૂ કરી શકાશે.
આ પ્રવૃત્તિઓ અન્વયે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઇ સંબંધિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા સાથે પરામર્શ કરી, સંચાલન
પ્રક્રિયા અને સામાજિક અંતરના નિયમનું પાલન થાય તે અંગે સંબંધિત ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીએ વ્યવસ્થા ગોઠવવાની
રહેશે.
દરેક લોકો/દુકાનદાર/કામદારએ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવો. તેમજ દુકાન/એકમ પર આવતા
ગ્રાહકો/વ્યક્તિ પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડએ સુનિશ્ચિત કરવું. સરકારી-ખાનગી ઔદ્યોગિક એકમોમાં કામ કરતા
દરેક લોકોએ આ એપનો ઉપયોગ કરવો. નિયમિત રીતે તેમાં આરોગ્યલક્ષી વિગતો ભરવી અને કચેરીના વડાને તે
બાબતે સુનિશ્ચિત કરવા. આંતરરાજ્ય તેમજ રાજ્યની અંદર તમામ પ્રકારના માલસામાનના વાહનો, ખાલી ટ્રકોને
અવરજવરની મંજૂરી આપવામાં આવી છે.
અમરેલી જિલ્લાની સમગ્ર જાહેર જનતાને જીવન જરૂરી આવશ્યક સેવાઓ મેળવવા માટે માસ્ક પહેરીને જ
બહાર નીકળવું તથા જાહેર સ્થળોએ થૂંકીને અથવા અન્ય કોઈપણ રીતે ગંદકી ફેલાવવી નહિ. માસ્ક ન પહેરવા તેમજ
થૂંકવા બદલ ૨૦૦ રૂપિયાનો દંડ થશે. જાહેર સ્થળો પર પાન,ગુટકા, તમાકુ ખાવા પર પ્રતિબંધ છે. દુકાન પર આવનાર
વ્યક્તિઓએ ૬ ફુટ જેટલું સામાજિક અંતર જાળવવું. તેમજ લઘુત્તમ અંતર જળવાય તે માટે નિશાનો કરવા.
દુકાનદારોએ દુકાન પર આવતા લોકો માટે સેનેટટાઈઝર, સાબુ કે પાણી રાખવુ. ભવિષ્ય માં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર
થશે તો દુકાનો બંધ કરવી પડશે. એવી જગ્યાઓ જ્યાં લોકોનો મહત્તમ સ્પર્શ થતો હોય તેને નિયમિતપણે ડિસઇન્ફેકટ
કરવી. ક્વોરેન્ટાઇન થયેલ વ્યક્તિ ઘર બહાર નીકળી કે બહાર કામ પર જઇ શકશે નહીં.
આ હુકમ ખાસ સરકારી ફરજ પર હાજર રહેતા સરકારી કર્મચારીઓ/અધિકારીઓ કરાર આધારિત
કર્મચારીઓને રહેશે નહીં. તેમજ ખાસ હુકમથી જેમને મુક્તિ આપવામાં આવી છે તેવા વાહનો અને વ્યક્તિઓ ને લાગુ
પડશે નહીં. ફરજ પરના તમામ અધિકારી તેમજ કર્મચારીઓ ને ઓળખકાર્ડ સાથે રાખવું. આ હુકમનો ભંગ કરવા બદલ
શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Follow Me:

Related Posts