fbpx
અમરેલી

૧ કરોડના લક્ષ્યાંક સાથે ખેડૂતોને પાક લોનને “જુની-નવી” કરવા ઉભું કરાયેલ રીવોલ્‍વીગ ફંડ ૫ કરોડને વટી જવાની ધારણા

ખેડુતોને તેમનું પાક-ધિરાણ જૂનું-નવું કરવામાં મદદરૂપ થવા 1 કરોડ રૂાનું એક રીવોલ્‍વીંગ ફંડ ઉભું કરવાના ડો. ભરત કાનાબારના વિચારને માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન શ્રી પી. પી. સોત્ત્ત્રાએ જમીન પર ઉતાર્યો અને એમાં અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍કના ચેરમેન અને ઈફકોના વાઈસ ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીનો પુરેપુરો ટેકો અને સહકાર મળતાં, સમગ્ર દેશને રાહ ચીંધી શકે તેવી એક યોજનાએ આકાર લીધો. ખેડૂતોને અપાતાં પાક ધિરાણ પરનું 7પ્‍ નું વ્‍યાજ કેન્‍ફ્‍ અને ગુજરાત સરકાર ભોગવે છે પરંતુ, આ વ્‍યાજ માફીનો લાભ મેળવવા ખેડૂતોએ લીધેલ પાક ધિરાણને મુદત પહેલાં ભરી દેવું અનિવાર્ય છે.
કોરોનાની ઉભી થયેલ પરિસ્‍થિતિને કારણે ઉદ્યોગપતિથી લઈ મજુર સુધીના લોકોની આર્થિક પરિસ્‍થિતિ ખુબજ મુશ્‍કેલીભરી બની ગઈ છે ત્‍યારે ખેડૂતો પણ તેમાંથી બાકાત નથી. આવા કપરાં કાળમાં જુનું ધિરાણ વ્‍યાજ સાથે ભરપાઈ કરવાનું ઘણા બધાં ખેડૂતોમાટે કઠીન છે. વ્‍યાજ માફીનો લાભ લેવા ખેડુત ધિરાણ ભરવાની મુદત વીતી ન જાય તે માટે ઘણીવાર ખેતરમાં પડેલ કપાસ કે ઘઉં ગમે તે બજારભાવે વેચી નાખે છે. ઘણીવાર આ ધિરાણ ભરવા ઘણીવાર ખેડુતોને ઉંચા વ્‍યાજે ત્રણ-ચાર દિવસ માટે પૈસા ધીરધાર કરનારાઓ પાસેથી લેવા પડે છે. ખેડુતોને આવી લાચાર પરિસ્‍થિતિમાં મુકાવું ન પડે તે માટે એક રીવોલ્‍વીંગ ફંડ ઉભું કરવાની યોજનાને જબરૂં સમર્થનન મળ્‍યું છે. 1 કરોડના લ1યાંક સાથે ઉભા કરેલ આ ફંડમાં ર૪ કલાકમાં જ અઢી કરોડ જેવી માતબર રકમ જાહેર જીવનના અગ્રણીઓ, વેપારીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ પાસેથી મળી ગઈ છે. “સારા કામમાં સૌ સાથ પુરાવે” એ ન્‍યાયે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા અને જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિક વેકરીયા પણ આ અભિયાનમાં જોડાયા છે અને આ બન્‍ને આગેવાનોએ આ ફંડ અઢી કરોડથી વધારી 5 કરોડ સુધી પહોંચાડવા કમર કસી છે. આવતી કાલે જેમણે પણ આ ફંડમાં સ્‍વેચ્‍છાએ યોગદાન આપ્‍યું છે તે સર્વે આગેવાનોની એક મિટીંગ સવારે 10 કલાકે રાખેલ છે. કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સમગ્ર દેશમાં સૌપ્રથમ થનારાં પ્રયાસ વિશે વીડીયો કોન્‍ફરસીંગથી સંબોધન કરશે. આ મીટીંગમાં ઈફકોના વાઈસ ચેરમેન અને ગુજકોમાસોલના અઘ્‍યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી,ડો. ભરત કાનાબાર તથા પી. પી. સોત્ત્ત્રા કઈ રીતે આ યોજનાનો અમલ કરાશે તે વિશેની વિગતો પત્રકાર મિત્રોને આપનાર છે.

Follow Me:

Related Posts