fbpx
અમરેલી

અમરેલી અને કુંકાવાવ તાલુકાની ગ્રામ પંચાયતના પટાવાળાઓમાં કીટ વિતરણ

સમગ્ર લોકડાઉન દરમ્‍યાન અમરેલી જિલ્લાના જરૂરિયાતમંદ પરિવારોમાં લગભગ 6 હજારથી વધુ રાશન કીટોનું વિતરણ કરવાનો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવનાર ડો. ભરત કાનાબાર અને પી. પી. સોજીત્રાએ મદદ કરવા યોગ્‍ય સમાજો અને વ્‍યકિતઓની જે પઘ્‍ધતિથી પસંદગી કરી તેણે અમરેલીની સેવાકીય પ્રવૃતિમાં નવો ચીલો ચાતર્યો છે. શરૂઆતમાં શહેરના ગરીબ અને મઘ્‍યમ વર્ગના પરિવારો, ત્‍યારબાદ મર્યાદિત વેતન સાથે નોકરી કરતાં આંગણવાડી વર્કરો, આંગવાડી તેડાગર બહેનો અને જિલ્લા ભરના 1ર00 થી વધુ આશાવર્કરોમાં કીટો પહોંચાડયા પછી તેમનું ઘ્‍યાન ખુબજ મામૂલી માનદ વેતન મેળવતા ગ્રામ પંચાયતના પટૃાવાળાઓ પર જતાં, અમરેલી અને કુંકાવાવ તાલુકાના મળી 1ર૫ થી વધુ ગ્રામ પંચાયતોના પટૃાવાળાને આ મદદ પહોંચાડી. લોકડાઉનના બધાંજ તબકકાઓ પુરા થયા સુધી જેમનો ધંધો સંપૂર્ણ બંધ હતો તેવા અમરેલી શહેરમાં વિવિધ સ્‍થળે ચાની લારીઓ અને નાના ગલ્‍લાં ધરાવતા 75નાના ધંધાર્થીઓમાં કીટ વિતરણ કરેલ. સોમવારે અમરેલી શહેરના ચાના નાના ધંધાર્થીઓમાં કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પી. પી. સોજીત્રા, ડો. ભરત કાનાબાર, જાણીતા ફીઝીશ્‍યન ડો. અશોક પરમાર, વેપારી અગ્રણી ત્ત્તુભાઈ ગોળવાળા, નીલકંઠ જવેલર્સવાળા કેતનભાઈ સોની, બીપીનભાઈ ગાંધી, જયશેભાઈ ટાંક, ચેતનભાઈ રાવળ, કમલેશભાઈ ગરાણીયા, નયનભાઈ જોષી, ભરતભાઈ કાનાણી, વિપુલભાઈ ભટૃી, હરેશભાઈ સાદરાણી, તુલસીભાઈ મકવાણા, અલ્‍પેશભાઈ અગ્રાવત ઉ5સ્‍થિત રહયા હતા.આ અગાઉ કુંકાવાવ તાલુકાના ગ્રામ પંચાયતના પટૃાવાળાઓને રાશન કીટના વિતરણમાં ગોપાલદાસ અંટાળા, ડો. હિતેશ રામાણી, વિપુલ કુંજડીયા, લોહાણા મહાજનના પ્રમુખ બીપીનભાઈ વસાણી, હિંમતભાઈ મયાત્રા (માઈકલ) સહીતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

Follow Me:

Related Posts