fbpx
અમરેલી

ચલાલા(અમરેલી) શિક્ષકને વોડાફોન સીમકાર્ડમાં આધારકાર્ડ અપડેટ કરવાનુ જણાવી,બેંક ખાતામાંથી ઉપાડી લીધેલ રૂ.૫૦૦૦/- પરત અપાવતી અમરેલી જીલ્લા સાયબર ક્રાઇમ સેલ ટીમ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબે જીલ્લામાં ઓનલાઇન ફ્રોડ તથા સાયબર
ક્રાઇમને લગતા બનાવોને અંકુશમાં લેવા તથા આમ નાગરીકોના મહેનતની કમાણી પરત
અપાવવા અંગે સાયબર સેલને આપેલ સુચના અનુસંધાને,
ચલાલા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા કેતનભાઇ લીંબાણીને કોઇ અજાણ્યા
ઇસમે તા.૨૮/૦૫/૨૦૨૦ નારોજ ફોન કરી, વોડાફોન કંપનીના અધિકારીની ઓળખ આપી,
વોડાફોન કંપનીના સીમકાર્ડ સાથે આધારકાર્ડ અપડેટ કરાવવાનુ જણાવી,એક લીંક મારફતે
આધાર કાર્ડ તથા બેંક ખાતાની જરૂરી વિગતો મેળવી,અરજદારના બેંક ખાતામાંથી
ઓનલાઇન ફ્રોડ મારફતે રૂ.૫૦૦૦/- ઉપાડી લીધેલ,જે અંગે અરજદારને SMS થી જાણ
જતા તેઓએ તાત્કાલીક અમરેલી જીલ્લા સાયબર ક્રાઇમ સેલ PSI એમ.એમ.પરમારનો
સંપર્ક કરી,ઉપરોકત બનાવ બાબતે જાણ કરેલ.
સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્રારા તુર્તજ કાર્યવાહી હાથ ધરી,અરજદારની બેંક
પાસબુક,બેંક સ્ટેટમેન્ટ તથા કેતનભાઇ સાથે થયેલ ઓનલાઇન ફ્રોડની તમામ જરૂરી માહિતી
એકત્રીત કરી જીણવટભરી રીતે તપાસ કરતા મળી આવેલ માહિતી આધારે ધટતી તમામ
કાર્યવાહી થકી ફ્રોડ ટ્રાન્જેકશન બ્લોક કરાવી,ફ્રોડમાં ગયેલ તમામ રકમ રૂ.૫૦૦૦/-બચાવી
લઇ કેતનભાઇ પરત અપાવવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પોલીસ અધિક્ષક સાહેબશ્રીના માર્ગદર્શન અને સુચના હેઠળ આ પ્રસંશનિય
કામગીરી સાયબર ક્રાઇમ સેલ PSI એમ.એમ.પરમાર તથા પો.કોન્સ. આસીફભાઇ ગોરી
દ્રારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts