fbpx
અમરેલી

દામનગર શહેરની ત્રણ શાકમાર્કેટને પૂર્વવત સ્થળે લઈ જવા શાકભાજી વિક્રેતા યુનિયન દ્વારા પાલિકા તંત્ર ને આવેદન પત્ર પાઠવ્યું

દામનગર શહેર શાકભાજી વિક્રેતા યુનિયન ની પાલિકા તંત્ર ને આવેદન પત્ર પાઠવી માંગ શહેર ની ત્રણેય શાકમાર્કેટ પૂર્વવત સ્થળે ભરવા રજુઆત દામનગર શહેર ના તમામ શાકભાજી વિક્રેતા ઓ નું પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ને આવેદન પત્ર પાઠવી પૂર્વવત સ્થળે જવા ની માંગ બુલંદ બની લાંબા બાદ આર્થિક કંટાળેલા શાકભાજી વિક્રેતા યુનિયન દ્વારા આજે પાલિકા ખાતે પ્રમુખ ગોબરભાઈ નારોલા અને ચીફ ઓફિસ બી સી ત્રિવેદી ને આવેદન પત્ર પાઠવ્યું લોક ડાઉન પહેલા દામનગર શહેર ની ત્રણ શાક માર્કેટ નું મર્જ કરી માર્કેટ યાર્ડ ખાતે સ્થળતર કરાયું હતું ગ્રાહકો અને શાકભાજી વિક્રેતા બંને પક્ષે ભારે કચવાટ ગાહકો ને દૂર પડવા ની ફરિયાદ અને શાકભાજી વિક્રેતા ને અડધો દિવસ જ વેપાર મળતા મોટા ભાગ ની શાકભાજી પડી રહેવા થી બગાડ ની સમસ્યા શહેર ની અલગ અલગ ત્રણ શાક માર્કેટ ને પૂર્વવત સ્થળે જવા ની શાકભાજી વિક્રેતા ઓ ની સ્થાનિક પાલિકા તંત્ર સમક્ષ માંગ  માર્કેટ યાર્ડ સંકુલ માં વરસાદી પાણી ના ખાબોચિયા ભરતા ગ્રાહકો અને શાકભાજી વિક્રેતા બંને માટે સમસ્યા સર્જાય રહી છે ગ્રાહકો ને દૂર પડે છે તો શાકભાજી વિક્રેતા એ માત્ર અડધો દિવસ જ વેપાર મળે છે મોટા ભાગે શાકભાજી પડી રહેવા થી શાકભાજી વિક્રેતા ઓ ને કાયમી નુકશાન થઈ રહ્યું છે  પાલિકા તંત્ર દ્વારા શહેર માં પર્વવત રીતે ત્રણેય માર્કેટ શરૂ કરાઇ તેવી પ્રબળ માંગ કરતા શાકભાજી વિક્રેતા યુનિયન દ્વારા પાલિકા તંત્ર ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરાય
Follow Me:

Related Posts