fbpx
અમરેલી

ધો.10ની એસ.એસ.સી બોર્ડમાં અમરેલી જળકયું. અમરેલીની પાઠક સ્કૂલની અનેરી ઐતિહાસિક સિદ્ધિ. 99.99 પરસેન્ટઆઈલ સાથે પ્રથમ ક્રમે પાઠક સ્કૂલનો વિદ્યાર્થી ટાંક દર્શિત

આજે ગુજરાત રાજ્યનું એસ.એસ.સી બોર્ડ ધો.10નું પરિણામ જાહેર થયેલ. તેમાં સમગ્ર રાજ્યમાં અમરેલી શહેરનો વિદ્યાર્થી ટાંક દર્શિત પ્રથમ ક્રમે આવવાથી અમરેલીના શિક્ષણ જગતમાં હર્ષ નો માહોલ છવાઈ ગયો છે. રક્ષિતે સમગ્ર રાજ્યમાં અમરેલી શહેરનો ડંકો વગાડ્યો છે. અમરેલીની પાઠક સ્કૂલના વિદ્યાર્થી રક્ષિત ટાંકે કુલ 99.99 પરસેન્ટઆઈલ મેળવીને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે. રક્ષિતના બધા વિષય સાથેના માર્ક્સ જોઈએ તો ગુજરાતીમાં 95, સોશ્યલ સાઇન્સમાં 95, સાયન્સમાં 94, મેથ્સમાં 92, ઈંગ્લીશમાં 92, તેમજ સંસ્કૃતમાં 100 માર્ક્સ સાથે કુલ 600 માંથી 568 માર્ક્સ મેળવેલ છે. સંસ્કૃત જેવા ભાષાના વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવી આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે દર્શિત ટાંકે. અમરેલી પાઠક સ્કૂલના સંચાલક અનિલભાઈ અને સમગ્ર પાઠક સ્કૂલના શિક્ષકો દ્વારા દર્શિત ટાંકને મોઢું મીઠું કરાવી સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવીને રાજ્યમાં અમરેલીનું અને પાઠક સ્કૂલનું નામ રોશન કરાવવા બદલ અભિનંદન આપ્યા હતા.

Follow Me:

Related Posts