fbpx
અમરેલી

એસ.સી. બોર્ડનું ધો.10ના રિઝલ્ટમાં ઈંગ્લીશ મીડિયમમાં 99.98 પરસેન્ટઆઈલ સાથે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે સેન્ટ મેરી સ્કૂલની વિદ્યાર્થીની ભાસ્કર હિલસા જયંતીલાલ

આજનો દિવસ અમરેલીના શૈક્ષણિક જગતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કાયમ યાદ રહેશે. ગુજરાત રાજ્ય દ્વારા લેવાતી ધો.10ની એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું આજે સવારે પરિણામ જાહેર થયું હતું. તેમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે પાઠક સ્કૂલનો વિદ્યાર્થી ટાંક રક્ષિત આવેલ જ્યારે સમગ્ર રાજ્યમાં ઈંગ્લીશ મીડિયમમાં બીજા ક્રમે અમરેલીની સેન્ટ મેરી સ્કૂલની વિદ્યાર્થીની ભાસ્કર હિલસા જેન્તીલાલે મેળવી સમગ્ર રાજ્યના શિક્ષણ જગતમાં અમરેલીની શાનમાં ખૂબ વધારો કર્યો છે હિલસાએ ફૂલ 99.98 પરસેન્ટઆઈલ ઈંગ્લીશ મીડિયમમાં મેળવ્યા છે. હિલસાના વિષય પ્રમાણે માર્ક્સ જોઈએ તો ઈંગ્લીશમાં 89, સોશ્યલ સાઇન્સમાં 96, સાયન્સમાં 97, મેથ્સમાં 92, ગુજરાતીમાં 90 તેમજ સંસ્કૃતમાં 99 માર્ક્સ મેળવ્યા હતા. આમ હિલસાએ ફૂલ 600 માંથી 563 માર્ક્સ મેળવી 99.98 પરસેન્ટઆઈલ સાથે ઈંગ્લીશ મીડિયમમાં સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવી અમરેલી શહેરના શૈક્ષણિક જગતમાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સેન્ટ મેરી સ્કૂલના ફાધર તેમજ સ્કૂલના ટીચર્સ દ્વારા ભાસ્કર હિલસ્સા ને સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે સફળતા મેળવી સમગ્ર રાજ્યમાં અમરેલી તથા સેન્ટ મેરી સ્કૂલનો ડંકો વગાડવા બદલ હિલસાને મીઠાઈ ખવરાવી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

ઈંગ્લીશ મીડિયમમાં મેળવ્યા છે. હિલસાના વિષય પ્રમાણે માર્ક્સ જોઈએ તો ઈંગ્લીશમાં 89, સોશ્યલ સાઇન્સમાં 96, સાયન્સમાં 97, મેથ્સમાં 92, ગુજરાતીમાં 90 તેમજ સંસ્કૃતમાં 99 માર્ક્સ મેળવ્યા હતા. આમ હિલસાએ ફૂલ 600 માંથી 563 માર્ક્સ મેળવી 99.98 પરસેન્ટઆઈલ સાથે ઈંગ્લીશ મીડિયમમાં સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવી અમરેલી શહેરના શૈક્ષણિક જગતમાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સેન્ટ મેરી સ્કૂલના ફાધર તેમજ સ્કૂલના ટીચર્સ દ્વારા ભાસ્કર હિલસ્સા ને સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે સફળતા મેળવી સમગ્ર રાજ્યમાં અમરેલી તથા સેન્ટ મેરી સ્કૂલનો ડંકો વગાડવા બદલ હિલસાને મીઠાઈ ખવરાવી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Follow Me:

Related Posts