fbpx
અમરેલી ગુજરાત

એલર્ટ! આગમી ત્રણ દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હજુ ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી પણ વરસાદી માહોલનું પ્રભુત્વ જામી ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગામી ૩ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ સમુદ્રથી ૩.૧ અને ૩.૬ કિલોમીટર ઊંચાઇએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે અમદાવાદ-ગાંધીનગર-ખેડા-સુરેન્દ્રનગર-મોરબી-ભાવનગર-અમરેલી-રાજકોટ-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગામી ૩ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગામી ૩ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ

આ ઉપરાંત સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે આવેલા વિસ્તારોમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાંથી સુરત, વલસાડ, નવસારીમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. ‘ આગામી પાંચ દિવસ અમદાવાદમાં વરસાદી માહોલ રહે તેની પૂરી સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે આવેલા વિસ્તારોમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાંથી સુરત, વલસાડ, નવસારીમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે.

૧૭થી ૨૧ જૂન વચ્ચે ચોમાસાનો પ્રારંભ

અમદાવાદમાં આજે સરેરાશ મહત્તમ તાપમાન ૩૬.૮ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આજે દિવસનું તાપમાન ૩૮ ડિગ્રીથી નીચે રહ્યું હતું. ગુજરાતમાં હજુ સત્તાવાર રીતે ચોમાસું બેઠું નથી. હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી ૧૭થી ૨૧ જૂન વચ્ચે ચોમાસાનો પ્રારંભ થઇ શકે છે. અમદાવાદમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસું સત્તાવાર રીતે બેસે તેની સંભાવના છે.

કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?

9 જૂન: અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, જામનગર, કચ્છ.

10 જૂન: અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, જામનગર, કચ્છ.

Follow Me:

Related Posts