હામાપુરનાં હતભાગી પરિવારને રાજય સરકાર આર્થિક મદદ કરે
બગસરાના હામાપુર ગામ નજીક એક જ પરિવારનાં 4 વ્યકિતઓના પાણીમાં ડુબી જવાથી મોત થતા પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીએ આ ઘટનાને લઇને પોતાના સંવેદના વ્યકત કરી હતી. તેઓએ જણાવ્યું હતુ કેહામાપુરના થાવાણી ખેડૂત પરિવાર પર આવેલ આફતને સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શકિત અર્પે. વધુમાં જણાવ્યું હતુ કે હતભાગી પરિવારને રાજય સરકારે તાત્કાલીક આર્થિક સહાય કરવી જોઇએ તેવી માંગ પણ તેઓએ મુખ્યમંત્રી સમક્ષ કરેલ હોવાનું જમાવેલ છે.
Recent Comments