fbpx
અમરેલી

છેલ્લા બે વર્ષથી મોટર સાયકલ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે* ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબના* માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા લોકરક્ષક રાઘવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે *સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૯/૧૮ IPC ક.૩૭૯ વિ.* મુજબના મોટર સાઇકલ ચોરીના ગુન્હાના કામે આરોપી નાસતો ફરતો હોય જે આરોપીને સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગર પાસેથી પકડી પાડેલ છે.
*પકડાયેલ આરોપીઃ-* *હરેશભાઇ કેશુભાઇ સોલંકી રહે.સાવરકુંડલા ઠે.હાથસણી રોડ, ડોળી તળાવ, સ્મશાનની બાજુમાં મુળ- રસુલપરા તા.ઊના જી.ગીરસોમનાથ* વાળાને તા.૧૦/૦૬/૨૦૨૦ ના રોજ મળી આવતા આરોપીને આગળની ઘટતી કાર્યવાહી કરવા સાવરકુંડલા ટાઉન પોલીસને સોંપી આપેલ.
*ઇ-ગુજકોપ આરોપી સર્ચઃ-*
મજકુર આરોપી અંગે ઇ-ગુજકોપમાં આરોપી સર્ચ કરેલ જેમાં મજકુર આરોપી વિરૂધ્ધ અગાઉ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૨/૧૮ IPC ક.૩૭૯,૧૧૪ મુજબનો ગુન્હો રજી. થયેલ છે અને આરોપીના ફોટા ની મદદથી આરોપીને ઓળખાવમાં આવેલ.
*આમ, શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા છેલ્લા બે વર્ષથી મોટર સાયકલ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે

Follow Me:

Related Posts