fbpx
અમરેલી

દામનગર શહેર ની શેઠ એમ.સી. મહેતા હાઇસ્કૂલ દ્વારા નવા શેક્ષણિક વર્ષ ના પાઠય પુસ્તકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના છાત્રો ને ઘેર ઘેર જઈ ને વિતરણ કરતા શિક્ષકો

દામનગર નગરપાલિકા સંચાલિત શિક્ષણજગત ની શાન  શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ દ્વારા ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક ના વિદ્યાર્થી ઓ ને ઘેર ઘેર જઈ ને પાઠય પુસ્તક વિતરણ કરતા શિક્ષક શ્રી ઓ દ્વારા નવા શેક્ષણિક વર્ષ ના પાઠય પુસ્તકો વિતરણ કરાયા હતા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો છભાડિયા ભટવદર ઠાંસા રાભડા હાવતડ હજીરાધાર સહિત ના ગ્રામ્ય માંથી દામનગર અભ્યાસ માટે આવતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના છાત્રો ને ગુજરાત સરકાર શ્રી ના શિક્ષણ વિભાગ તરફ થી નવા શેક્ષણિક વર્ષ અંતર્ગત મળતા પાઠય પુસ્તકો ને ઘેર ઘેર જઈ ને વિતરણ કરાયા હતા કોરોના જેવી વૈશ્વિક મહામારી ની ચેઇન તોડવા અપાયેલ લોક ડાઉન ના કારણે બંધ રહેલ શિક્ષણ સંસ્થા માં અભ્યાસ કરતા છાત્રાઓ ઘેર રહી નવા શેક્ષણિક વર્ષ નો અભ્યાસ કરી શકે તેવા હેતુ એ દામનગર નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના શિક્ષકો દ્વારા બેનમૂન વ્યવસ્થા કરાય છે.

Follow Me:

Related Posts