fbpx
અમરેલી

અમરેલીમાં દિલીપ સંઘાણીનાં માર્ગદર્શન તળે પાક ધિરાણ નવું-જૂનું કરવાનું શરૂ

કોરોના સંક્રમણ સ્‍થિતીમા કૃષિ પાક ધિરાણ ભરપાઈ કરવાની અવઢવ સ્‍થિતીમા ઘેરાયેલા અમરેલી જીલ્‍લાના ખેડૂતોને આર્થીક મદદ સાથે ખેતિ-ખેડૂતની સમસ્‍યા હલ કરવા ભભરીવોલ્‍વીંગ ફંડભભની રચના સાથે ગુજકોમાસોલના ચેરમેન, ખેડૂત નેતા દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે આયોજન કરવામા આવેલ જેના ભાગરૂપે એકત્રીત ફંડથી ધિરાણ નવા-જુનું કરવાનો પ્રસંશનીય કાર્યનો પ્રારંભ કરવામા આવલે છે જેમા આજ રોજ દામનગર, બગસરા, ખાંભા, સમઢીયાળા, ડેડાણ અને જેશીંગપરા શાખામાં ખેડૂતોને કૃષિ ધિરાણ નવું-જુનું કરી આપવામા આવેલ. કૃષિ ધિરાણ નવું-જુનું કરવાથી વંચીત જરૂરીયાતમંદખેડૂતો માટે આ પ્રકારની મદદ અને સહકારની પ્રશંસનીય કામગીરી હાથ ધરાતા ખેડૂતોમા આનંદની લાગણી ફેલાણી છે. તેમજ જીલ્‍લામા ક્રમશ આ પ્રકારની કામગીરી હાથ ધરાનાર છે જેમા સાંસદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, જીલ્‍લા ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા, ડો.ભરતભાઈ કાનાબાર, પી.પી.સોજીત્રા બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ, બાલુભાઈ તંતી, મનીષ સંઘાણી, ભાવનાબેન ગોંડલીયા, કાંતીભાઈ પટોળીયા, દાદબાપુ, વિઠલભાઈ ગઢીયા, વિનુભાઈ રૈયાણી, બાબુભાઈ મકવાણા, મગનભાઈ ભાદાણી, યાર્ડના ચેરમેન હરીભાઈ હીરપરા, દામનગર તાલુકા ભાજપ મહામંત્રી ભીખુભાઈ ધોરાજીયા સહિતની ટીમ સહકાર આ કાર્યક્રમ અંતર્ગત સતત કાર્યરત છે. જેમાં જામકા મંડળીના પ્રમુખ દાદાભાઈ વાળા, મંત્રી ઝવેરભાઈ કાનાણી, તેમજ શિલાણા મંડળીના મંત્રી દ્વારકેશભાઈ પાઘડાળ, શામજીભાઈ બારડ, નટુભાઈ સુતરીયા વિગેરે સાથે આ કામગીરીમા જનરલ મેનેનજર (સી.ઈ.ઓ) બી.એસ. કોઠીયા, બેંક અધિકારીઓ અરવિંદભાઈ ભુતૈયા, સુરેશભાઈ શેખવા, અનિલભાઈ ધાનાણી, સુધીરભાઈ સેંજલીયા, તુષારભાઈ વિરાણી, બગસરા શાખાના બ્રાન્‍ચ મેનેજર એચ.એન. કાછડીયા, બ્રાન્‍ચ ઈન્‍સ્‍પેકટર જી.આર. વઘાસીયા સહિતનો લગત શાખાઓનો બેંક સ્‍ટાફ કામગીરીમા કાર્યશીલ છે તેમ અખબારી યાદીમાંજણાવેલ છે.

Follow Me:

Related Posts