fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે જિલ્‍લા બેન્‍ક દ્વારા કૃષિ ધિરાણનું નવું-જૂનું કરવાની કામગીરી શરૂ

ખેડૂતો માટે વાવણી અને વરસાદ વર્ષભરનું તપ હોય છે, આસમયની આગોતરી તૈયારીમાં ખેડૂતો લાગી જતા હોય છે જેમા બીયારણ, ખાતર, દવા સહિતની જરૂરીયાત રહેતી હોય બેંક દ્વારા મળતુ ધિરાણનો ઉપયોગ તેમા થતો હોય છે. પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્‍થિતીમા ગત કૃષિ પાક ધિરાણ ભરપાઈ કરવાથી વંચિત ખેડૂતો ચિંતામા ઘેરાતા આ સ્‍થિતીમાંથી ખેતિ અને ખેડૂતને બહાર લાવવા જરૂરતમંદ ખેડૂતોને આર્થીક સમસ્‍યા હલ કરવા ભભ ખેડૂત નેતા – ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ ભભરીવોલ્‍વીંગ ફંડભભની એકત્રીત રકમમાંથી ધિરાણ નવા-જુનું કરવાની પ્રક્રિયા તાકીદે હાથ ધરતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. જેમા આજ રોજ સાવરકુંડલા, મોટા ભમોદ્રા, પીઠવડી, વંડાની જીલ્‍લા બેંકની શાખાઓ-સેવા સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને કૃષિ ધિરાણ નવું-જુનું કરી આપવામા આવેલ. ખેડૂતો માટે આ પ્રકારની મદદનો વિચાર ડો. ભરતભાઈ કાનાબાર – પી.પી. સોજીત્રાને આવતા દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે કામગીરી હાથ ધરાતા ખેડૂતોમા આનંદની લાગણી ફેલાણી છે. આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, જીલ્‍લા ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા, બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ, મનીષ સંઘાણી, દિપકભાઈ માલાણી, મનજીબાપા તળાવીયા, રેલ્‍વે બોર્ડના નવનિયુકત સભ્‍ય શરદભાઈ પંડયા, ડી.કે. પટેલ, જયસુખભાઈનાકરાણી સહિત ટીમ સહકાર ઉપસ્‍થિત રહેલ. કૃષિ ધિરાણ કામગીરી જનરલ મેનેનજર (સી.ઈ.ઓ) બી.એસ. કોઠીયા, બેંક અધિકારીઓ અરવિંદભાઈ ભુતૈયા, સુરેશભાઈ શેખવા, અનિલભાઈ ધાનાણી, સુધીરભાઈ સેંજલીયા, તુષારભાઈ વિરાણી, પરેશભાઈ કિકાણી દ્રારા કરવામા આવી રહી છે જેમા વંડા શાખાના બ્રાન્‍ચ મેનેજર એમ.એમ.વણજારા સ્‍થાનીક આગેવાનો મહેશભાઈ લાખાણી, લાભુભાઈ રાણપરીયા, નારણભાઈ મેર, શિવરાજભાઈ મૈત્રા, વાલાભાઈ સારીયા, ભાવેશભાઈ શીરોયા, સંજયભાઈ વઘાસીયા, મનુભાઈ રામાણી પીઠવડી શાખાના બ્રાન્‍ચ મેનેજર મેહુલભાઈ સંઘાણી, મોટા ભમોદ્રા શાખાના બ્રાન્‍ચ મેનેજર નટુભાઈ દેસાઈ સ્‍થાનીક આગેવાનો નાગજીભાઈ દેસાઈ, ઘનશ્‍યામભાઈ કોલડીયા, ધર્મેન્‍દ્રભાઈ ખુમાણ, કિશનભાઈ ખુંમાણ, અશોકભાઈ ખુંટ , ભુપતભાઈ ધડુક, ગણેશભાઈ વિરાણી, લક્ષ્મણભાઈ હિરપરા, દેવશીભાઈ ભીમાણી, મગનભાઈ દેસાઈ, અરવિંદભાઈ વઘાસીયા, હિંમતભાઈ પડસાલા અને ધીરૂભાઈ ધડુક, સાવરકુંડલા શાખાના બ્રાન્‍ચ મેનેજર ડી.વી. કાપડીયા, એ.સી. પાનસુરીયા સહિતના લોકો ઉપસ્‍થિત રહયાનું અખબારી યાદીના અંતમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts