fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લા વિદ્યાસભાનું સતત 13 વર્ષથી ધો.10નું ઉજજવળ પરિણામ

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત, અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળા અમરેલીમાં વસંતભાઈ ગજેરાના નેતૃત્‍વ અને માર્ગદર્શનથી ઉતરોતર શિક્ષણના ક્ષેત્રે સૌરાષ્‍ટ્રમાં અગ્રગણ્‍ય સંસ્‍થા તરીકે જાણીતી છે. બાળકોમાં શિક્ષણ અને સંસ્‍કાર સાથેઆધુનિક ટેકનોલોજીના માઘ્‍યમથી સતત માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓ હંમેશા શ્રેષ્ઠ પરિણામ લાવી પરિવાર, શાળા તથા અમરેલીનું ગૌરવ વધારે છે. આ વર્ષે પણ એસ.એસ.સી.નું પરિણામ શ્રેષ્ઠ લાવી આ સંસ્‍થા હંમેશા અગ્રેસર રહી છે. વેકરીયા ઋષભ 99.73 પીઆર, ગજેરા આયુષ 99.38 પીઆર, સાવલીયા હર્ષ 99.31 પીઆર, સાવલીયા હિરેન 99.31 પીઆર, ચૌહાણ રોહિત 99.ર3 પીઆર. સંસ્‍થાનું વિશાળ કેમ્‍પસ ટેકનોલોજીથી શિક્ષણ, અનુભવી સ્‍ટાફ અને વ્‍યવસ્‍થાપક હસમુખ પટેલની સતત કાળજી તથા પ્રમુખ વસંતભાઈના માર્ગદર્શનથી એસ.એસ.સી.માં શ્રેષ્ઠ પરિણામ મેળવી આ સંસ્‍થા અમરેલીમાં અગ્રેસર રહી છે. તમામ વિદ્યાર્થીઓને વ્‍યવસ્‍થાપક, પ્રમુખ વસંતભાઈ ગજેરા તથા ટ્રસ્‍ટીઓએ હૃદયથી અભિનંદન પાઠવી ઉજજવળ ભવિષ્‍ય માટે શુભકામના પાઠવી છે. શાળામાં ટોપ-પ રેન્‍કર વિદ્યાર્થીઓ સામાન્‍ય પરિસ્‍થિતિમાંથી છે. જેઓ ખૂબ સારી રીતે મહેનત કરી ઉજજવળ પરિણામ મેળવેલ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ ટેલીફોનીક માઘ્‍યમથી શિક્ષકો સાથે પરામર્શ કરી હર્ષની લાગણી વ્‍યકત કરેલ છે.

Follow Me:

Related Posts