fbpx
અમરેલી ગુજરાત

ઓલ ઇન્ડિયા સ્ટેશન માસ્ટર્સ એસોશ્યશન દ્વારા સમગ્ર દેશ ના સ્ટેશન માસ્ટર્સ દ્વારા વિરોધ પ્રદર્શન

કોરોના કાળ માં મહામારી ની દહેશત વચ્ચે દેશ હિત ને પ્રાધાન્ય આપી ને પોતાના જીવ ને જોખમ માં મૂકીને પણ કેટલીક સેવાઓ સતત ચાલુ રહી છે, જેમાં રેલવે પણ સામેલ છે. અને સ્ટેશન માસ્ટર કેટેગરી દ્વારા 3 મહિના સુધી દર મહિને એક દિવસ નું વેતન પીએમ કેર ફંડ માં આપવા ની ઘોષણા પણ કરવામાં આવી છે. આમ છતાં, કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ ને પ્રોત્સાહિત કરવા ના સ્થાને એમના મોંઘવારી ભથ્થા જૂન 2021 સુધી રોકવા માં આવ્યા છે, ઉપરાંત બીજા કર્મચારીઓ ને 5 લાખ સુધી નું વીમા કવર આપવા ની જાહેરાત સરકારે કરી છે તે જ રીતે રેલવે ના ફ્રન્ટ લાઇન સ્ટાફ ને પણ વીમા કવર આપવું જોઈએ, અને આ કોરોના કાળ નો ઉપયોગ કરી ને સરકારે મજદૂર વિરોધી નીતિઓ અમલ માં મુકવાની શરૂઆત કરી છે તેનો અમલ થતો રોકવો જોઈએ… આવી વિવિધ માંગણીઓ ને અનુલક્ષીને ઓલ ઇન્ડિયા સ્ટેશન માસ્ટર્સ એસોશ્યશન ની કેન્દ્રીય કાર્યકારીણી ના આદેશ અનુસાર સમગ્ર દેશ માં સ્ટેશન માસ્ટરો દ્વારા શાંત વિરોધ પ્રદર્શન ના કાર્યક્રમ રાખવા માં આવેલ છે.. જેમાં 15 જૂન સુધી વડાપ્રધાન ને પોસ્ટકાર્ડ લખવા, 13 થી 15 જૂન સુધી કાળી રિબન બાંધી ને ડ્યૂટી કરવી અને 15 જૂન ના રોજ ડ્યૂટી દરમ્યાન એક દિવસ ના પ્રતીક ઉપવાસ કરવા જેવા કાર્યક્રમો આપવા માં આવેલ છે

Follow Me:

Related Posts