fbpx
અમરેલી

ભાજપ સરકાર પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારો કરી નફાખોરી કરે તે કેટલે અંશે વ્‍યાજબી ?

વૈશ્‍વિક મહામારીનાં પગલે થયેલા 60 દિવસનાં લોકડાઉનમાં ધંધા રોજગાર પડી ભાંગ્‍યા છે સાથોસાથ ભભબહુત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર…ભભ જેવા માત્ર સુત્રો સત્તા મેળવનાર મોદી સરકારનાં સત્તાનાં 6 વર્ષમાં 1ર વખત પેટ્રોલ-ડિઝલ પર મોટો ટેક્ષ વધારીને દેશના 130 કરોડ અને ગુજરાતનાં 6 કરોડ નાગરીકો પાસેથી 17 લાખ કરોડ રૂપિયા વસુલ્‍યા છે. આંત્તરરાષ્‍ટ્રીયબજારમાં ક્રુડની કિંમતમાં સતત ઘટાડો થતાં દેશના નાગરીકો પાસેથી પેટ્રોલ-ડિઝલનાં ઉંચા ભાવ વસુલવામાં આવે તે કેટલે અંશે વ્‍યાજબી ? ભાજપ-મોદી સરકારનાં પેટ્રોલ-ડિઝલનાં લૂંટતંત્ર પર આકરા પ્રહાર કરતા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, આજ દરેક ભારતીય કોરોના મહામારી સામે એકજુથ થઈને લડી રહૃાો છે. જનવિરોધી ભાજપ સરકાર રોજી-રોટી પૂરી પાડવા, રોજગાર આપવા અને આર્થિક સંકટ દુર કરવાને બદલે રાત-દિવસ ભારતીયોની પરસેવાની કમાણી લૂંટવામાં વ્‍યસ્‍ત છે. વિશ્‍વ આખામાં જયારે કાચા તેલનો ભાવ સૌથી નીચા સ્‍તરે છે બીજીબાજુ કેન્‍દ્રની ભાજપ સરકાર નિર્દયતાથી સતત પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો કરી નફાખોરી કરે તે કેટલે અંશે વ્‍યાજબી ? કોરોનાના કપરા સમયમાં પણ દેશના નાગરીકોના ખિસ્‍સામાં રૂપિયા નાખવાનું તો દુર તેમના પાસેથી કેવી રીતે ખિસ્‍સા ખાલી કરવા તેની હંમેશા ચિંતા કરતી ભાજપ સરકાર એક મહિનામાં જ સાત વખત પેટ્રોલ- ડિઝલમાં આકરો ભાવ વધારો એ પોતાની જનવિરોધી નીતિઓનું સર્ટીફિકેટ છે. વર્ષ ર014નાં મેં માં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂા. 71.41 હતો જે આજે 7પ.16 પ્રતિ લીટર થયો છે. પેટ્રોલ પર સેન્‍ટ્રલ એકસાઈઝ ડયુટી વર્ષ ર014 મે મહિનામાં રૂા. 9.ર0 પ્રતિ લીટર હતી જેમાં અધધવધારા સાથે આજે રૂા. 3ર.98 પ્રતિ લીટર થયો છે બીજી બાજુ વર્ષ ર014 મે માં ક્રુડ તેલનો ભાવ 106.8પ ડોલર પ્રતિ બેરલ હતો જે આજે માત્ર 38 ડોલર પ્રતિ બેરલ છે. તેમ છતાં આનો લાભ જનતાને અપાવવાને બદલે દેશના 130 કરોડ નાગરીકોને લૂંટી ભાજપ સરકાર પોતાની તિજોરી ભરવામાં વ્‍યસ્‍ત છે. જનવિરોધી ભાજપ સરકારે 4 માર્ચ ર0ર0થી પેટ્રોલ-ડિઝલમાં 3 રૂપિયા ટેક્ષ વધારી દીધો. ત્‍યારબાદ મેં મહિનામાં પેટ્રોલ-ડિઝલમાં ક્રમશ 10 રૂપિયા અને 13 જેટલો વધારો કરી માત્ર 48 દિવસોમાં ભાજપ સરકારે 16 રૂપિયા ડિઝલ પર અને 13 રૂપિયા પેટ્રોલ પર વધારીને વાર્ષિક 160000 કરોડ નાગરીકો પાસેથી ઉઘાડી લૂંટ કેમ ? તેનો જવાબ ભાજપ આપે.

ગુજરાત રાજય હોય કે દેશ ભાજપ સરકારની જનવિરોધી નીતિઓને કારણે લાખો યુવાનો બેરોજગારીનાં મારમાં પીસાઈ રહૃાો છે. કેન્‍દ્રની ભાજપ સરકારે વર્ષ ર014-1પથી ર019-ર0 સુધીનાં 6 વર્ષમાં 1ર વખત પેટ્રોલ-ડિઝલ પર ટેક્ષ વધારીને 130 કરોડ ભારતીયો પાસેથી 17 લાખ કરોડ રૂપિયા વસુલ્‍યા છે બીજી બાજુ પ્રતિ બેરલ ભાવ નીચો હોવા છતાં નાગરીકોને કેમ લાભ આપ્‍યો નહિ ? ભાજપ સરકારની અણઆવડત સદંતર નિષ્‍ફળ વ્‍યવસ્‍થાતંત્રને પગલે શાકભાજી, સીંગતેલ, કપાસીયા, પામોલીન તેલમાં આગ ઝરતી તેજીએ ગરીબો અને મઘ્‍યમ વર્ગની મુશ્‍કેલીમાં અસહૃાવધારો કર્યો છે. ભભઅચ્‍છે દિનભભના ગાણા ગાતા ભાજપા સત્તાધીશો, આગેવાનો, નેતાઓ જયારે દેશ અને ગુજરાતની જનતાને કોરના મહામારીમાં સૌથી વધુ જરૂર હતી ત્‍યારે ભુગર્ભમાં જતાં રહૃાા હતા. કરવેરા, ભાવવધારો કરી લોકના ખિસ્‍સા ખંખેરી પોતાની તિજોરી છલકાવતી ભાજપ સરકાર નાગરીકોને સહાય, સુરક્ષા પુરી પાડવાની સાથે તમામ મોરચે નિષ્‍ફળ નીવડી છે.

Follow Me:

Related Posts