fbpx
અમરેલી

અમરેલી તાલુકાના માંગવાપાળ ગામે બનવા પામેલ ખુનના ગુન્‍હાના બંને આરોપીઓને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગુન્‍હાની વિગતઃ-
અમરેલી તાલુકાના માંગવાપાળ ગામે સામાન્‍ય બોલાચાલીમાં મારા-મારી થતા પોતાના પતિ અને પુત્રને છોડાવવા વચ્ચે પડેલ મહિલાને ધક્કો મારી પછાડી દેતાં માથામાં ઇજા થતાં બનાવ ખુનમાં પરિણમ્યો હતો.
બનાવની વિગત એવી છે કે, માંગવાપાળ ગામે રહેતાં અશોકભાઇ ભીમજીભાઇ ઠુંમરની પરણિત દિકરીને માંગવાપાળ ગામનો જ ચિરાગ રસીકભાઇ રૂપાવટીયા ફોન અને મેસેજ કરતો હોય, જે બાબતે ઠપકો આપવા માટે અશોકભાઇ ભીમજીભાઇ ઠુંમર તથા તેનો દિકરો મયુર અશોકભાઇ ઠુંમર ચિરાગ રસીકભાઇ રૂપાવટીયાના ઘરે ગયેલ હતાં. ત્યાં પોતાની દિકરીને ફોન તથા મેસેજ કરવા બાબતે ઠપકો આપતાં બોલાચાલી થતાં અશોકભાઇ તથા મયુરે ચિરાગ રસીકભાઇ રૂપાવટીયા તથા રસીકભાઇ સવજીભાઇ રૂપાવટીયાને કમર પટ્ટા અને કોશ વડે માર મારી ઇજા પહોંચાડેલ આ દરમ્‍યાનમાં રસીકભાઇના પત્‍ની જયાબેન પોતાના પત્ની તથા દિકરાને બચાવવા વચ્ચે પડતાં મયુર અશોકભાઇ ઠુંમરે તેણીને કમરે પહેરવાનો પટ્ટા વડે માર મારી, ધક્કો મારી પછાડી દેતાં તેણીને માથામાં ઇજા થતાં મરણ પામેલ હોય, જે અંગે ચિરાગ રસીકભાઇ રૂપાવટીયા, રહે.માંગવાપાળ વાળાની ફરિયાદ પરથી *અમરેલી તાલુકા પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૦૦૮૧૪/૨૦૨૦, ઇ.પી.કો.કલમ ૩૦૨, ૩૫૦, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્‍હો તા.૧૪/૦૬/૨૦૨૦ ના રોજ રજી. થયેલ. ગુન્‍હાને અંજામ આપ્‍યા બાદ આરોપીઓ અશોકભાઇ ભીમજીભાઇ ઠુંમર તથા તેમનો દિકરો મયુર અશોકભાઇ ઠુંમર પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસી છુટેલ હતાં.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહે નાઓએ આ પ્રકારના ગુન્‍હાના આરોપીઓને સત્વરે ઝડપી લેવા અમરેલી એલ.સી.બી. ટીમ ને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે ગુન્‍હો બન્યાના ગણતરીનાં કલાકોમાં બંને આરોપીઓને માંગવાપાળ ગામની સીમ માંથી ઝડપી લેવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓઃ-
1️⃣ મયુરભાઇ અશોકભાઇ ઠુંમર, ઉં.વ.૨૩, ધંધો.હીરા ઘસવાનો, રહે.મુળ માંગવાપાળ, પાણીની ડંકી પાસે, તા.જિ.અમરેલી. હાલ.સુરત, સરથાણા જકાતનાકા, આશિર્વાદ રો હાઉસ, ઘર નં.૧૬૪
2️⃣ અશોકભાઇ ભીમજીભાઇ ઠુંમર, ઉં.વ.૪૯, ધંધો.ખેતી, રહે.માંગવાપાળ, પાણીની ડંકી પાસે, તા.જિ.અમરેલી

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts