fbpx
અમરેલી

કોરોના વોરિયર વસંત મોવલીયાનું ડાયનેમિક ગૃપ દ્વારા સન્માન કરાયું

ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી તથા લાયન્સ ક્લબમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અમરેલીનું નામ રોશન કરનાર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સેકન્ડ વાઇસ ગવર્નર તથા અમરેલી જિલ્લા લેઉવા પટેલ સમાજના ગૌરવવંતા આગેવાન અગ્રણી ઔદ્યોગિક રત્ન, સમાજસેવક તથા કેળવણીકાર વસંતભાઇ મોવલીયાએ કોરોના મહામારી દરમિયાન શ્રી વસંતભાઇ મોવલીયાએ પ્રધાનમંત્રી રાહત ફંડ, માન.મુખ્યમંત્રી રાહત ફંડ, માન. મુખ્યમંત્રી શ્રી રાહત ફંડ, નેતા વિપક્ષફંડ, જરૂરિયાતમંદ પરિવારને અમરેલીથી દેરડી કુંભાજી સુધી રાશનકિટ વિતરણ વી.માં પોતાના અંગત ફંડમાથી સહયોગ તથા સખાવત આપીને સમગ્ર જીલ્લામાં કોરોના સામેની લડાઈ લાદવામાં સમગ્ર જિલ્લાને ગુજરાતમાં આગવું સ્થાન આપાવ્યું તે બદલ અમરેલીની યુવસંસ્થા ડાયનેમિક ગૃપ-ઓફ ડાયનેમિક પર્સનાલિટીઝ-અમરેલી દ્વારા ટ્રસ્ટનાં ચેરમેનશ્રી હરેશભાઈ બાવીશી તથા ટ્રસ્ટનાં સલાહકાર આપીને “જિલ્લા કોરોના વોરિયર્સ” નો એવોર્ડ આપ્યો હતો.

Follow Me:

Related Posts