fbpx
અમરેલી

માહિતી ખાતા દ્વારા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક – ૨૦૨૦ પ્રસિધ્ધ

રાજયના માહિતી ખાતા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે આશયથી અનુભવી અને વ્યવસાયિક તજજ્ઞો દ્વારા સંપૂર્ણ ચોકસાઇ રાખીને વિગતોનો રસથાળ ઉપલબ્ધ કરાવતો આ અંક જિલ્લા માહિતી કચેરીઅમરેલી ખાતેથી મેળવી શકાશે.

આ અંક વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે તેમજ યોગ્ય દિશા નક્કી કરવામાં દીવાદાંડી સમાન છે. આ ઉપરાંત તેમાં રહેલી વિગતો માર્ગદર્શન આપનારી અને કારકિર્દી ઘડતર માટેની મૂંઝવણો દૂર કરનારી સાબિત થશે. આ મૂલ્યવાન કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦ ની કિંમત રૂ.૨૦/- છે. જે જિલ્લા માહિતી કચેરીજિલ્લા પંચાયત રોડઅમરેલી ખાતે ઉપલબ્ધ છે.

Follow Me:

Related Posts