fbpx
અમરેલી

અમરેલી નજીક આવેલ શેત્રુંજી નદીમાંથી થતી રેતી ચોરી સામે ખાણ-ખનીજ વિભાગની લાલ આંખ

ખાણ ખનીજ વિભાગ અમરેલીના ભૂસ્‍તરશાસ્‍ત્રીને મૌખીક તથા ટેલિફોનિક ફરિયાદો મળી હતી કે અમરેલી તાલુકાના દેવળીયા અને ગોખરવાળા ગામોમાં અમુક ઈસમો દ્વારા શેત્રુંજી નદીપટ્ટ વિસ્‍તારમાં પ્રવેશવા માટે ગેરકાયદેસર કાચા રસ્‍તા બનાવી સાદી રેતીનું ખનન કરી વહન કરી રહયા છે તે વિગતે તા.17/6ના રોજ ખાણ ખનીજ વિભાગના ભૂસ્‍તરશાસ્‍ત્રી બી.એમ. જાલોનધરા, રોયલ્‍ટી ઈન્‍સ્‍પેકટર રોહિતસિંહ જાદવ તથા તેમની ટીમ દ્વારા દેવળીયા તથા ગોખરવાળા ગામ વિસ્‍તારની હદમાંથી શેત્રુંજી નદી પટ્ટમાં પ્રવેશવા બનાવેલા કાચા રસ્‍તાઓ બંધ કરી જેસીબીમશીન દ્વારા ખાડા કરવામાં આવેલ. જેથી યાંત્રિક વાહનો નદી પટ્ટમાં પ્રવેશતા બંધ થાય તથા રેતી ચોરી બંધ થાય તથા વધુમાં સરપંચ દેવળીયા અને ગોખરવાળા, તલાટી મંત્રી દેવળીયા અને ગોખરવાળાને પત્ર લખી જાણ કરેલ તથા કોઈ ઈસમો દ્વારા ફરીથી આ રસ્‍તા બનાવવામાં આવે તો અત્રેની કચેરીએ જાણ કરવી તેવું પત્રમાં જણાવેલ. ગેરકાયદેસર રેતી ચોરી રોકવા તંત્ર દ્વારા નદી પટ્ટમાં પ્રવેશવા માટે રસ્‍તા બંધ કરવામાં આવ્‍યા. વધુમાં જણાવ્‍યું હતું કે ભૂસ્‍તરશાસ્‍ત્રીની બી.એમ. જાલોનધારની સૂચનાથી રોયલ્‍ટી ઈન્‍સ્‍પેકટર રોહિતસિંહ જાદવ તથા માઈનસ સુપરવાઈઝર અંકિત પરમાર દ્વારા ગાવડકા ગામથી 1 ટ્રેકટર પકડી રૂપિયા પ લાખનો મુદ્યામાલ નજીકના પો. સ્‍ટેશનમાં જમા કરાવેલ તથા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Follow Me:

Related Posts