fbpx
અમરેલી

મોરારીબાપુ પર થયેલ હુમલા સંદર્ભે સાધુ સમાજ લાલઘૂમ, ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી પગલા ભરવા ઉગ્રમાંગ સાથે ધારી સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર

રાષ્ટ્રીય કથાકાર અને સાધુરત્ન પૂજ્ય મોરારીબાપુ પર ભાજપના પૂર્વધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરવામાં આવેલા હુમલા સંદર્ભે ધારી તાલુકા સમસ્ત સાધુ સમાજે અહીંના મામલતદારને એક આવેદનપત્ર પાઠવી પબુ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી
ધારી તાલુકા સમસ્ત સાધુ સમાજ પ્રમુખ જીજ્ઞેશગિરિ ગોસાઈની આગેવાનીમાં સ્થાનિક મામલતદારને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં સાધુ સમાજે ઉગ્ર માંગ સાથે જણાવ્યું હતું કે આમજનતા વેપારીઓ તેમજ સામાજિક સંસ્થાઓ આ બીનાને વખોડી કાઢેલ છે, મુખ્યમંત્રી તેમજ વિવિધ પક્ષોના અાગેવાનોએ વખોડી પણ સનાતનધર્મના આધારસ્થંભ સમાન સાધુસંતોને અપમાનિત કરનાર ભાજપના પૂર્વધારાસભ્ય પબુભા માણેક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને સરકાર ફરિયાદી બની આ શખ્સને પાઠ ભણાવે તેમજ પક્ષમાંથી હકાલપટ્ટી કરે.
આ આવેદનપત્ર સુપરત કરવામાં સર્વ સાધુજનોમાં કિશોરભાઈ નેનુજી, હર્ષદગિરિ ગોસ્વામી, રામદાશભાઈ ગોંડલીયા, રમણીકભાઈ ગોંડલીયા, દલપતબાપુ કુબાવત, નટવરગિરિ ગોસ્વામી, વિનુગિરિ ગોસાઈ, ગીરીશભાઈ દેવમુરારી, દિનેશભાઈ દેવમુરારી, જસવંતભાઈ મેસવાણીયા, બાબુદાશ ગોંડલીયા, મહેશભાઈ દૂધરેજીયા, રમેશગિરિ શ્યામગિરિ, રમેશભાઈ કુબાવત, જસવંતભાઈ હઠિનારાયણ, ધર્મેશગિરિ ગોસ્વામી, રમણીકલાલ દેવમુરારી, પ્રફુલ્લભાઈ કાપડી, કાળુભાઈ સોંડાગર સહિતના ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts