fbpx
અમરેલી

અમરેલી ડાયનેમિક ગૃપના પ્રમુખ પ્રો.હરેશ બાવીશી દ્વારા બી.કોમ.અંગ્રેજી વિષયના લેકચર તૈયાર કરી વિદ્યાર્થીઓને વિના મુલ્યે આપશે

કોરોના મહામારી કારણે હાલ શાળા-કોલેજો ખૂલી નથી તથા સપ્ટેમ્બર સુધી શાળા-કોલેજો ખૂલવાની કોઈ શક્યતા જણાતી નથી તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગાડે તથા વિદ્યાર્થી ધારે ત્યારે અભ્યાસ કરી શકે તેવું વિચારતા અમરેલીના અંગ્રેજી વિષયના સિનિયર પ્રાધ્યાપક તથા સૌ.યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝ અંગ્રેજી અભ્યાસ સમિતિના સભ્ય પ્રો.હરેશ બાવીશીએ પોતાના વિષય લેકચર્સ રોકોર્ડ કરીને વિદ્યાર્થીને આપવાનું વિચાર્યું, વિચાર્યું એટલું જ નહીં પરંતુ તા.23/06/2020 થી રોજનો એક લેકચર ક્રમશ: એફ.વાય.બી.કોમ. સેમ-૧, એસ.વાય.બી.કોમ. સેમ-૩ , ટી.વાય.બી.કોમ. સેમ-૫ ના અંગ્રેજી તથા બિઝનેસ કમ્યુનિકેશનના લેકચર્સ રોટેશન વાઇઝ પોતાની યુ-ટ્યુબ HARESH BAVISHI https:/youtu.be/RGiQRob3paw પર વિદ્યાર્થી સમગ્ર ગુજરાતમાં સબસક્રાઈબ થઈને લાભ લઈ શકશે, લેકચરને શેર કે ડાઈનલોડ કરીને અન્યને મોકલી શકશે. આમ સૌ.યુનિ.ના પ્રધ્યાપકોમાં હરેશ બાવીશીએ શિક્ષનમાં પહેલ કરીને સમગ્ર ગુજરાતમાં પ્રેરણા આપી છે.

Follow Me:

Related Posts