fbpx
અમરેલી

અમરેલીમાં પૂ. જલારામાબાપાની ચિત્રાજીની ‘શિવ ધારી’ દ્વારા સ્‍થાપના

ગત તા.18/6ના રોજ શ્રવણ પ્રસાદ સેવા કેન્‍દ્રમાં પ.પૂ.શ્રી જલારામ બાપાની ચિત્રાજી મનીષભાઈ (શિવધારી ફરસાણ) દ્વારા પૂજા વિધિથી સ્‍થાપન કરવામાં આવેલ આ પવિત્ર પ્રસંગે તેમના પરિવાર દ્વારા વડીલોને ટીફીનમાં મિષ્‍ટાન તથા ફરસાણ પીરસવામાં આવેલ. આ અગાઉ રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓ જયસુખભાઈ પોપટ, પ્રફુલભાઈ બાટવીયા તથા જીતુભાઈ સોમૈયા ગોળવાળા, અંતુભાઈ સોઢાએ શુભેચ્‍છા મુલાકાત લઈ રાજીપો વ્‍યકત કરેલ. આ સંસથા છેલ્‍લા બે વર્ષથી અમરેલીમાં રહેતા અશકત, વૃઘ્‍ધ તથા હાથે રસોઈ ન કરી શકતા વડીલોને ઘર બેઠા ટિફિન દ્વારા ભોજન પહોંચાડવાની અવિરત સેવા કરે છે. લોકડાઉનના કપરા સમયમાં ઈમરજન્‍સી ટિફિન સેવાની યોજના શરૂ કરેલી જેમાં જયાંથી ટેલીફોન આવતો ત્‍યાં ભોજન વડીલોને પહોંચતું કરાતું. હાલ આ સંસ્‍થા ચકકરગઢ બાયપાસ હોય કે હનુમાનપરાના છેવાડાના વિસ્‍તારમાં ટિફિન પહોંચાડે છે સંસ્‍થાને લાગે કે વ્‍યકિતને ખરેખર જરૂરિયાત છે ચકાસી ટિફિન પહોંચાડાય છે. હાલ 6પ થી 70 વડીલોને બપોરે અને સાંજે 4પ થી પ0 વડીલોને ભોજન પહોંચાડાય છે અમરેલીના સેવાભાવી વ્‍યકિતઓએ આ સંસ્‍થાને અનેરી હુંફ પુરી પાડી છે. વ્‍યવસ્‍થાપક ભીખુભાઈ અગ્રાવત આસંસ્‍થાને ઈશ્‍વરીય કાર્ય ગણાવે છે. સહયોગીઓ વસંતભાઈ મોવલીયા, કાળુભાઈ ભંડેરી, મુકેશભાઈ જાની, કિશોરભાઈ મિશ્રા, જીતુભાઈ જોષી, ભારતીબેન પંડયા વગેરે નિયમિત સંસ્‍થાના સેવાદારો તરીકે કામગીરી કરી રહયા છે. તેમજ હરૂભાઈ બાટવીયા, સંજયભાઈ મહેતા (શ્રીજી સ્‍ટીલ) કિશોરભાઈ રૂપારેલ, ભવનેશભાઈ પરીખ (સરજુ જવેલર્સ), ડો. પી.પી. પંચાલ, ભુપતભાઈ ભુવા (શીતલ આઈસ્‍ક્રીમ), ડો. રેખાબેન મહેતા, પ્રભાબેન ટાંક તેમજ અનેક સેવાયજ્ઞીઓ આ સંસ્‍થાને ઉર્જા પુરી પાડે છે. આ સંસ્‍થાને રમીલાબેન પટોળીયા સ્‍કુટી ઉપર પંદર ટિફિન પહોંચાડવાની સેવા નિયમિત કરે છે. આ સંસ્‍થાને નામ ન લખવાની શરતે ઘરઘંટીનું યોગદાન આપેલ છે. રાજુભાઈ કામદાર, ડીજી મહેતા, કિરીટભાઈ સોમૈયા સમયે સમયે સેવા આપી રહયા છે. અમરેલીમાં કોઈ વડીલો જે કહી શકતા નથી અને સહી શકતા નથી તેવા જયારે ભોજન લે છે ત્‍યારે સંસ્‍થાને જે કોઈ મદદ કરે છે તેને અંતરથી આશીર્વાદ એવા આપે છે કે તેમની આંખોમાંથી વહેતા અશ્રુઓ તેની સાક્ષી પુરે છે.

Follow Me:

Related Posts