fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવી અત્યંત જરૂરી વિપક્ષી નેતા પરેશ ધાનાણી દ્વારા ડે ,સીએમ નીતિનભાઈ પટેલને પત્ર

અમદાવાદ : વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર પાઠવીને અમરેલી જિલ્લામાં વધતા કોરોના કેસને કારણે અમરેલીમાં કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવી અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું છે

પત્રમાં પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે હાલમાં સમગ્ર દેશ અને રાજયમાં લોકડાઉન ૫.૦ અમલમાં છે. સરકારે લોકડાઉન ૫.૦ દરમ્યાન અનલોક-૧માં છૂટછાટ આપી છે, પરંતુ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રાજ્યના તમામ જિલ્લાઓમાં દિવસેને દિવસે ખૂબ જ વધતી જાય છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. અમરેલી જિલ્લામાં અગાઉ એકપણ કેસ નહોતો, હવે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને હાલમાં ૪૬ કેસ નોંધાઈ ચૂક્યા છે.

અમરેલી જિલ્લામાં કોરોના ટેસ્ર્ટીગ માટેની લેબોરેટરી ઉપલબ્ધ નથી. લેબના અભાવે અમરેલી જિલ્લામાંથી અન્ય જિલ્લામાં સેમ્પલ મોકલવામાં આવે છે, જેનો રિપોર્ટ ૨૮ કલાકથી ૪૮ કલાક બાદ મળે છે. ઘણા કિસ્સાઓમાં રિપોર્ટ આવે એ પહેલા જ દર્દીનું મૃત્યુ થઈ ગયું હોય છે. અમરેલી જિલ્લામાં કોરૉના વાયરસના સંક્રમણની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈ કોરોના વાયરસના ટેસ્ટીંગ માટે લેબોરેટરી બનાવવી અત્યંત જરૂરી છે અને તેના માટે RT _PCR તથા લેબ માટેના અન્ય સાધનો અને જરૂરી ગ્રાન્ટ સત્વરે ફાળવવા જરૂરી છે. આ અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવેલ છે
આથી, અમરેલી જિલ્લામાં કોરોના ટેસ્ટીંગ માટે લેબોરેટરી બનાવવા અને ન્રત્ત્નંગ્વ્મ્ર તથા લેબ માટેના અન્ય સાધનો અને જરૂરી ગ્રાન્ટ સત્વરે ફ્રાળવવા સંબંયિતને જરૂરી સૂચના આપવા વિનંતી છે

Follow Me:

Related Posts