fbpx
અમરેલી

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નો નીકળી શકી તેમાટે મહંત દિલીપદાસજીનું નિવેદન દુઃખદ.. ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નો નીકળી શકી તેમાટે મહંત શ્રી દિલીપદાસજીનું નિવેદન દુઃખદ.. ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર.
બાપુ સાથે કોણે રમત રમી કોના પર પૂજ્ય બાપુને વિશ્વાસ હતો યોગ્ય ખુલાસો કરવો જરૂરી.. ધર્મ અને ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમવી એ ભાજપની પરંપરા.. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર રાજ્યમાં અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળે છે અને મોટી સંખ્યામાં ભાવિકો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે રથયાત્રા નહિ નીકળતા લોકોમાં ભારે નિરાશા પ્રસરી ગઈ હતી
ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદમાં નહિ નિકળવાના કારણે મંદિરમાં મહંત શ્રી દિલીપદાસજી મહારાજે  વ્યક્તિગત રીતે દુઃખ વ્યક્ત કરી મોડિયા સામે જણાવ્યું હતું કે મારો ભરોસો તૂટ્યો છે ત્યારે ભગવાન જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજના આ નિવેદનપર રાજનીતિ શરૂ થઈ છે
લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભગવાનની રથયાત્રા નો નીકળી શકી તે માટે એક સંત વ્યથિત થાઈ તે સ્વાભાવિક છે કારણે કે ભગવાનની રથયાત્રા સાથે તેમની આસ્થા જોડાયેલી હોય છે
કોરોના મહામારીનું સંક્રમણ અમદાવાદમાં વધુ હોય તેવા સમયે અમદાવાદના જાહેર માર્ગમાં રથયાત્રાનું આયોજન નો કરી શકાય તેપણ એક વાસ્તવિકતા છે
પણ પૂજ્ય બાપુનું રથયાત્રા બાબતે નિવેદન એક સૂચક નિવેદન છે અને તે રાજ્ય સરકાર સામે ગર્ભિત ઈશારો કરે છે ત્યારે ભાવિકો અને શ્રદ્ધાળુઓને જાણકારી માટે પૂજ્ય બાપુએ ખુલીને બોલવું જોઈએ અને જણાવવું જોઈએ કે કોણ રમત રમી ગયું અને અને કોણે ભરોસો તોડ્યો છે

Follow Me:

Related Posts