fbpx
અમરેલી

ધારી બેઠકની પેટા ચૂંટણીમાં આપ પણ ઝંપલાવશે

ધારી-બગસરા વિધાનસભા વિસ્‍તારની પેટા ચૂંટણીનાં પડઘમ વાગી રહૃાા છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ઉમેદવાર મેદાનમાં ઉતારશે અને તે માટે અમરેલી ખાતે આવતીકાલે બપોરે ભભઆપભભના આગેવાનોની બેઠક યોજાઈ રહી છે.ધારીનાં કોંગી ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનાં રાજીનામાંથી ખાલી પડેલ આ બેઠક પર આગામી સપ્‍ટેમ્‍બરમાં પેટા ચૂંટણી યોજાઈ શકે તેમ છે. ભાજપ અને કોંગ્રેસ ઘ્‍વારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે અને હવે આમ આદમી પાર્ટી પણ આ બેઠકમાં ઝંપલાવવા તૈયાર થઈ રહૃાાનું જાણવા મળેલ છે.જો ભભઆપભભ ઘ્‍વારા સક્ષમ ઉમેદવારની પસંદગી થાય તો ભાજપ-કોંગ્રેસનું વિજેતા બનવાનું ગણિત બગડી શકે તેમ છે. આમ આદમી પાર્ટી મતદારોનો અભિપ્રાય મેળવીને ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી રહૃાાનું પણ જાણવા મળેલ છે.કોંગ્રેસનાં કબ્‍જામાં રહેલ બેઠક છીનવવા ભાજપ ઘ્‍વારા તડામારતૈયારીઓ ચાલી રહી છે તો કોંગ્રેસ પક્ષ ઘ્‍વારા બેઠક જાળવી રાખવા પણ ધમધમાટ શરૂ કરવામા આવ્‍યો છે.

Follow Me:

Related Posts