fbpx
અમરેલી

અમરેલી નગરપાલિકા દ્વારા નવનિર્મિત નવા બિલ્ડીંગનું નામ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ભવન રહેશે જયશ્રીબેન ડાબસરા

અમરેલી નગરપાલિકા દ્વારા નવનિર્મિત નવા બિલ્ડીંગનું નામ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ભવન રહેશે . : જયશ્રીબેન ડાબસરા , અમરેલી નગરપાલિકાની કારોબારી સમિતિની મિટિંગ તા .૯ ૭ ૨૦૨૦ નાંરોજ મળેલ જેમાં હરિઓમ કન્સ્ટ્રકશનનાં બાકી બીલ અંગે પ્રમુખશ્રી દ્વારા તા .૨ ૭ ૨૦૨૦ તેમજ તા .૪ ૭ ૨૦૨૦ થી કમિટિની રચના કરેલ . આ બંને હુકમો કારોબારીની બેઠકમાં કરી અને હરિઓમ કન્સ્ટ્રકશન સામે તા .૧૪ ર ર ૦ ર ૦ નાંરોજ કારોબારીની મિટિંગમાં ઠરાવ નં . ૨૬ થીહરિઓમ કન્સ્ટ્રકશનને બ્લેકલીસ્ટ કરેલ છે . ડીપોઝીટ જપ્ત કરવા તેમજ તેઓની સામે ફોજદારી ફરીયાદ દાખલ કરવા અંગેની કડક સુચના આપવાનું ઠરાવેલ છે . તેમજ ઠરાવ નં . – ૨ માં અમરેલી નગરપાલીકા દ્વારા નવનિર્મિત બિલ્ડીંગનું નામ ” શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ભવન ” રાખવાનું સર્વાનુમતે ઠરાવેલ છે . આ બે ઠરાવો અંગે તા .૧૩ ૭ ૨૦૨૦ અમરેલી નગરપાલીકાનાં પ્રમુખએ ચીફ ઓફિસરને પત્ર લખી આ બંને ઠરાવો મોકુફ રાખવાનું હુકમ કરેલ છે . તેમજ આ પત્રમાં એવું જણાવેલ છે કે , કારોબારી સમિતિની બેઠક અંગે મને કોઈ જાણ કરવાની નથી તો હું પ્રમુખ જેન્તીભાઈ રાણવાને જણાવું છું . કે કારોબારી સમિતિને અબાધિત અધિકારો છે તેમજ અમારે પ્રમુખને કે કોઈને મિટિંગ અંગે જાણ કરવાની હોતી નથી . તેમજ જો તમારા હિંમત હોય તો જનરલ બોર્ડની મિટિંગ તાત્કાલિક બોલાવો અમે કરેલ ઠરાવો તેમજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના નામ સામે તમોને કે જે કોઈ સભ્યોને વાંધો હોય તે ખબર પડી જશે . અને હું તમોને ચેલેન્જ સાથે કહુ છું . કે , ૪૪ સભ્યોમાંથી – ૩૫ સભ્યો કરતા વધારે સભ્યો આ નામ સાથે સંમત હશે . અને તમો જનરલ બોર્ડમાં આ નામ મંજુર થયા પછી નામકરણ કરવાનું કરો છો તો કારોબારી સમિતિની મિટિંગ તા .૧૪ / ૦૨ / ૨૦૨૦ નાં ઠરાવ નં . – ૨૬ થી હરિઓમ કન્સ્ટ્રકશનને બ્લેકલીસ્ટ કરી ફોજદારી ફરીયાદ દાખલ કરશો અને ડીપોઝીટ જપ્ત કરવા અંગે ઠરાવેલ હતુ . આ ઠરાવને જનરલ બોર્ડની મિટિંગ તા .૨૭ / ૦૩ / ૨૦ ઠરાવ નં . – ૭૮ થી બહાલી પણ આપેલ છે તો શું કામ આજ સુધી તમારા તરફથી કોઈ પગલા લેવામાં આવતા નથી જે અમરેલીની જનતા સારી રીતે જાણે છે કે તમારી માનસિકતા શું છે . અમરેલી નગરપાલીકાનાં જુના બિલ્ડીંગનું નામ પણ તા .૨૫ / ૦૯ / ૨૦૧૩ ની બોર્ડ મિટિંગનાં ઠરાવ નં . – ૮ ર થી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ભવન રાખવામાં આવેલ હતું . જેથી નવનિર્મિત બિલ્ડીંગનું પણ એ જ નામ રાખેલ છે . જેથી કોઈ વિવાદ કરવાનો પ્રશ્ન રહેતો નથી . સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશની આઝાદી માટે તેમજ આ દેશનાં પ ૬૫ જેટલા રજવાડાઓને એકત્રીત કરી આ અખંડ ભારતની રચના કરેલ છે . આવી વિભૂતીનાં નામ સામે તમને વાંધો હોય તે તમારી નબળી માનસિકતા ધરાવો છો . જે સાબીત છે . ઉપરોકત બાબતનો તાત્કાલિક અમલ નહી થાય તો જન આંદોલન કરવામાં આવશે . તેવું કારોબારી સમિતિનાં ચેરમેન જયશ્રીબેન ડાબસરા , સભ્ય નટુભાઈ સોજીત્રા , હિરેનભાઈ સોજીત્રા પ્રકાશભાઈ કાબરીયા , કિરણબેન વામજા તેમજ અલ્કાબેન ગોંડલીયાની યાદીમાં જણાવેલ છે

Follow Me:

Related Posts