fbpx
અમરેલી

બાબરા પો.સ્ટે. તેમજ દામનગર પો.સ્ટે. તેમજ લાઠી પો.સ્ટે. માં પકડાયેલ ઇંગ્લીશ દારૂં નો જથ્થો મળી કુલ કિ.રૂ.૩૪,૪૭,૫૪૩ નો મુદ્દામાલ બાબરા મુકામે ઇદગાહ પાસે નાશ કરવામાં આવ્યો

બાબરા પો.સ્ટે. તેમજ દામનગર પો.સ્ટે. તેમજ લાઠી પો.સ્ટે. માં પકડાયેલ ઇંગ્લીશ દારૂં નો જથ્થો મળી કુલ કિ.રૂ.૩૪,૪૭,૫૪૩/- નો મુદ્દામાલ બાબરા મુકામે ઇદગાહ પાસે નાશ કરવામાં આવ્યો.
ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી. અશોકકુમાર અને અમરેલી પોલીસ અધીક્ષક નિર્લીપ્ત રાય નાઓએ પો.સ્ટે. માં પડેલ મુદ્દામાલ નિકાલ કરવાની કાર્યવાહી કરવાની ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ.રાણા ના માર્ગદર્શન હેઠળ નામ. જ્યુ.ફ.ક.મેજી. સા. બાબરાનાઓ તથા નામ. જ્યુ.ફ.ક.મેજી. સા. લાઠીનાઓને વિદેશી દારૂં નો જથ્થો નાશ કરવા માટે રિપોર્ટ કરતાં નામ. કોર્ટમાંથી વિદેશી દારૂંનો જથ્થો નાશ કરવા માટે હુકમ થઇ આવતાં નામ. કોર્ટનાં હુકમ આધારે અગાઉ ઇંગ્લીશ દારૂનાં કબ્જાંનાં કરેલ કેસો પૈકી બાબરા પો.સ્ટે. ના ૧૨ કેસ તેમજ દામનગર પો.સ્ટે.ના ૦૯ કેસ તથા લાઠી પો.સ્ટે. ના૦૬ કેસ નો પ્રોહી મુદ્દામાલ સબ ડીવીઝનલ મેજી. એ.કે.જોષી તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ.રાણા તથા નશાબંધી અધીકારી ડી.એન.પરમાર તથા પો.ઇન્સ. એસ.એન.ગોહિલ બાબરા પોલીસ સ્ટેશન તથા પો.સ.ઇ. વી.એલ.પરમાર દામનગર પોલીસ સ્ટેશન તથા પો.સ.ઇ. વાય.પી.ગોહીલ લાઠી પોલીસ સ્ટેશન નાઓની હાજરીમાં કુલ કિ.રૂ. ૩૪,૪૭,૫૪૩ નો વિદેશી દારૂં નાં જથ્થાનો રોલર દ્વારા નાશ કરવામાં આવ્યો.
નાશ કરેલ કુલ મુદ્દામાલની વિગત
(૧) બાબરા પોલીસ સ્ટેશન ની બોટલ નંગ ૧૦૦૫૦ કિ..૩૪,૨૧,૬૪૨
(૨) દામનગર પોલીસ સ્ટેશન ની બોટલ નંગ ૭૫ કિ.રૂ.૧૯,૨૫૦
(૩) લાઠી પોલીસ સ્ટેશન ની બોટલ નંગ ૬૫ કિ.રૂ.૬,૬૫૧
આ કામગીરીમાં સબ ડીવીઝનલ મેજી. લાઠી ની કચેરીનો સ્ટાફ તથા મામલતદાર કચેરી બાબરાનાઓનો સ્ટાફ તથા નશાબંધી સ્ટાફ તથા બાબરા, દામનગર તથા લાઠી પો.સ્ટે. નાઓનો પોલીસ સ્ટાફ તથા નગરપાલીકા બાબરાનાઓનો સ્ટાફ જોડાયેલા હતાં.

Follow Me:

Related Posts