fbpx
અમરેલી

અમરેલી નાગરિક બેન્‍ક દ્વારા સભાસદનાં વારસદારોને અકસ્‍માત મૃત્‍યુ સહાય પેટે રૂા. 1 લાખ ચૂકવાયા

અમરેલી નાગરિક સહકારી બેંક લી.ના સભાસદ અકસ્‍માત વિમા સહાય યોજનામાં મૃત્‍યુ પામેલ સભાસદોના વારસદારોને બેંક તરફથી રૂા. 1 લાખની સહાય આપવાની યોજના અન્‍યવે (1) સ્‍વ. રતિલાલ માધાભાઈ કુંડલીયા, ઈશ્‍વરીયાના વારસદાર નિતાબેન રતિલાલ કુંડલીયા (ર) સ્‍વ. બાલુભાઈ નારણભાઈ બાબરીયા, અમરેલીના વારસદાર મંજુલાબેન નારણભાઈ બાબરીયા. ઉપરોકત બે સભાસદના વારસદારોને રૂા. 1 લાખના ચેકનું અર્પણ બેંકના ચેરમેન જયેશભાઈ નાકરાણી તથા મેનેજીંગ ડિરેકટરભાવિનભાઈ સોજીત્રા તથા બેંકના જનરલ મેનેજર આવિષ્‍કાર ચૌહાણે અર્પણ કરેલ છે અને અમરેલી નાગરિક સહકારી બેંકે સભાસદ પ્રત્‍યેની કુટુંબ ભાવના વ્‍યકત કરીને સભાસદો પ્રત્‍યેનું ઋણ અદા કરેલ છે એમ બેંકના આસીસ્‍ટન્‍ટ મેનેજર દિલીપભાઈ ધોરાજીયાની યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts