fbpx
અમરેલી

પોસ્ટ વિભાગના ૧૦ વર્ષથી નિષ્ક્રિય ખાતાઓની યાદી જાહેર

ભારત સરકાર દ્વારા પોસ્ટ ઓફિસો અને બેંકોમાં પડેલા થાપણદારોના દાવેદારી નાણાંના સંચાલન માટેના નિયમો (વરિષ્ઠ નાગરિક કલ્યાણ ભંડોળ નિયમો૨૦૧૬) જાહેર કરવામાં આવ્યા છે. જેના અનુસંધાને જે ખાતાઓમાં દાવા વગરની રકમ છે અને ૧૦ વર્ષથી વધુ સમય માટે નિષ્ક્રિય અથવા અસંચલિત ખાતાઓ છે તેવા ખાતાઓની વિગતો પોસ્ટ વિભાગે પોતાની વેબસાઈટ www.indiapost.gov.in ઉપર તેમજ કચેરીના નોટિસ બોર્ડ ઉપર પ્રકાશિત કરી છે તો તમામ સબંધિતોએ નોંધ લેવા પોસ્ટ વિભાગની એક યાદીમાં જણાવાયું છે. વધુ વિગતો માટે સ્થાનિક પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે.

Follow Me:

Related Posts