fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં પરપ્રાંતીય મજૂરોની નોંધણી ફરજીયાત

દેશ અને રાજ્યના વિવિધ શહેરોમાંથી અમરેલી જિલ્લામાં મજૂરી અર્થે આવતા પરપ્રાંતીય મજૂરોની સંખ્યા વધી રહી છે. જેના અનુસંધાને જાહેર સલામતી અને સુલેહ શાંતિ જાળવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં કારખાના કે અન્ય મજૂરી કામ અર્થે પરપ્રાંતીયોને રાખનાર માલિકોએ મજુરની સંપૂર્ણ વિગતો સાથેનું એક નિયત કરેલું રજીસ્ટર નિભાવવા જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ શ્રી એ. બી. પાંડોરે એક જાહેરનામું પાડ્યું છે. આ રજીસ્ટરમાં મજૂરના નામસરનામાં સહીત પૂરેપૂરું શારીરિક વર્ણન તેમજ કોની ઓળખાણથી મજુર મળ્યા છે જેવી સંપૂર્ણ વિગતો સાથે રાખવાની રહેશે. આ જાહેરનામાનો આગામી તા: ૫ એપ્રિલ સુધી અમલ કરવાનો રહેશે. તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts