fbpx
અમરેલી

અમરેલી: વિકટર 108 ની ટીમે સ્થળ પર જ કરાવી જોડીયા બાળકોની પ્રસુતિ

આજ રોજ તા:-19-07-20 નાં 18:04 કલાકે એક પ્રસુતિ (ડીલેવરી) નો કેસ મળતા વિક્ટર 108 ની ટીમ સ્થળ પર પહોંચતા ઈ.એમ.ટી. વિશાલ પડસાલા અને પાયલોટ કિશન રાબડીયા એ 108 મા આવતી ડીલીવરી કીટ લઈને તુરંત જ સ્થળ પર પહોંચી ગયા હતા ખુબજ પ્રસુતિ ની પીડા ઊપડતા અશમાબેન ઇમરાનભાઈ ભાગવાણી એ સ્થળ પર બેલડા એટલેકે જોડિયા બાળકોને જન્મ આપ્યો જ્યારે ઈ.એમ.ટી. વિશાલ પડસાલા એ એક બાળકની સુરક્ષીત રીતે પ્રસુતિ કરાવી અને બીજું બાળક ઊંધું હોય તેવુ જણાતા તુરંતજ ઈ.એમ.ટી. એ સહેલાઈ થી સુરક્ષીત અને સફળ પ્રસુતિ (ડીલીવરી) સ્થળ પરજ કરાવી હતી. પહેલા બાળક નું વજન 2 કી.ગ્રા. અને બીજા બાળક નું વજન 1.4 કી.ગ્રા. હોવાથી બીજા બાળક હ્રદયનાં ધબકારા ઘટી ગયા હતા અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તુરતજ બાળક ને એમ્બ્યુલન્સ માં લઈને સી.પી.આર. + બી.વી.એમ. અને ઓક્સિજન આપી ને અને દર મિનિટે વાયટલ તપાસ કરતા બાળકના ધબકારા અને શ્વાસ વધારવામાં સફળતા મળી હતી. અને માતાને બ્લડ પ્રેશર ઘટી જતાં બને હાથમાં સોઈ નાખીને 108 કોલ સેન્ટર પર ના તબીબી ડૉ. વિષ્ણુ પટેલ સાહેબની સલાહ પ્રમાણે 2 બોટલ ગ્લુકોઝ ચઢાવી અને ઈન્જેક્શન આપી ને માતાનું બ્લડ પ્રેશર નોર્મલ કર્યું હતું અને રક્ત પ્રવાહ વહી જતા ઈન્જેક્શન આપી રક્ત સ્ત્રાવ બંધ કર્યો હતો અને દર્દીના સગાએ 108 ના સ્ટાફ ને ભગવાન અને અલ્લાહ ના સમાન માનીને ખૂબ આશીર્વાદ આપ્યા હતા અને તેવું પણ કીધું હતું કે જો 108 ના આવી હોત તો અમે લોકો હેરાન થઈ ગયા હોત અને 108 આવતા દર્દીના સગાએ રાહતનો શ્વાસ લીધો હતો અને ની ટીમ નો આભાર માન્યો હતો આમ 108 દ્વારા સફળતા પુર્વક જોડિયા બાળકોની પ્રસુતિ કરાવવા મા આવી હતી.

Follow Me:

Related Posts