fbpx
અમરેલી

બગસરા તાલુકાના કાગદડી ગામનો દારૂનો ધંધાર્થી પાસા તળે સુરત મધ્યસ્‍થ જેલમાં ધકેલાયો

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય  દ્વારા અમરેલી જિલ્‍લાના દારૂ ગાળવાની, હેર-ફેર તથા વેચાણ સહિતની પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુન્‍હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્‍લામાં કાયદો અને વ્યવસ્‍થા સુદઢ બને તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી દ્વારા પ્રોહિબીશનની પ્રવૃતિ કરતાં જોરૂભાઇ મેરામભાઇ ધાધલ, ઉં.વ.૨૭, રહે.કાગદડી, તા.બગસરા, જિ.અમરેલી વાળા વિરૂધ્‍ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્‍ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જીલ્‍લા મેજીસ્‍ટ્રેટઅમરેલીનાઓ તરફ મોકલી આપેલ.
આવા દારૂના ધંધાર્થી ઇસમની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાંઅમરેલી જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ આયુષ ઓક  નાઓએ ઉપરોક્ત ઇસમ વિરૂધ્‍ધ પાસાના વોરંટ ઇસ્‍યુ કરતાં અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય  ની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ.આર.કે.કરમટા તથા પો.સ.ઇ..પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે જોરૂભાઇ મેરામભાઇ ધાધલને પાસા વોરંટની બજવણી કરી, લાજપોર મધ્યસ્‍થ જેલ, સુરત ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.
દારૂના ધંધાર્થી જોરૂભાઇ મેરામભાઇ ધાધલનો ગુન્‍હાહિત ઇતિહાસ
જોરૂભાઇ મેરામભાઇ ધાધલ વિરૂધ્‍ધમાં સને ૨૦૧૮ થી સને ૨૦૨૦ સુધીમાં ખુન તથા પ્રોહિબીશનના નીચે મુજબના ગુન્‍હાઓ નોંધાયેલ છે.
1️⃣ અમરેલી તાલુકા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૦૦૨૦૫, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧
2️⃣ ધારી પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૦/૨૦૨૦, પ્રોહી એક્ટ કલમ ૬૬(ઇ), ૬૬(બી)
3️⃣ ધારી પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૮૬/૨૦૧૯, પ્રોહી એક્ટ કલમ ૬૬(બી), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧
4️⃣ બગસરા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૧૦/૨૦૧૯, પ્રોહી એક્ટ કલમ ૬૬(બી), ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(ર), ૮૧
5️⃣ વિસાવદર પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૦૫/૨૦૧૯, પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૯૮(ર), ૮૧
6️⃣ વડીયા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૨૨/૨૦૧૮, પ્રોહી એક્ટ કલમ ૬૬(બી), ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧
7️⃣ જુનાગઢ રૂરલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૧/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫
આવા દારૂના ધંધાર્થી અને પ્રોહિબીશનની પ્રવૃતિ કરતાં ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરી, આવી અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

Follow Me:

Related Posts