fbpx
અમરેલી

અમરેલી દિવ્યાંગ વ્યક્તિઓની પારિતોષિક સ્પર્ધાના ફોર્મ ભરી તા: ૨૪ ઓગષ્ટ સુધીમાં જમા કરાવવા

પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે રાષ્ટ્રીય/રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ ૨૦૨૦ માટે શારીરિક ક્ષતિ ધરાવતાઅંધબહેરામૂંગાઅપંગ તેમજ રક્તપિત્ત તથા મંદબુદ્ધિ વાળા કર્મચારીસ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમના કામ રાખતા નોકરી દાતાઓ તથા તેમને નોકરી માટે થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફિસર પાસેથી નિયુક્ત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.આ એવોર્ડ માટે નિયત અરજી પત્રકો જિલ્લા રોજગાર કચેરીબહુમાળી ભવનસી બ્લોકપહેલા માળેઅમરેલી ખાતેથી વિનામૂલ્યે તા. ૨૧/૦૮/૨૦૨૦ સુધીમાં રૂબરૂ મળી શકશે. ભરેલ અરજીપત્રકો જીલ્લા રોજગાર કચેરીઅમરેલી ને તા. ૨૪/૦૮/૨૦૨૦ સુધીમાં મળે તે રીતે રૂબરૂમાં અથવા ટપાલ મારફતે મોકલી આપવાના રહેશે. વ્યક્તિગત કેસમાં શારીરિક ક્ષતિ દેખાય તેવા તાજેતરના ત્રણ ફોટોગ્રાફ ૪૦% કે તેથી વધુ ખોડ દર્શાવતુ સિવિલ સર્જનનું છેલ્લા ત્રણ માસની અંદરનું દાકતરી પ્રમાણપત્ર અચૂક બીડવાનું રહેશે.સ્વરોજગારી કરતા શારીરિક ક્ષતિ વાળા કર્મચારીએ ફોર્મમાં જણાવેલ વિગતો અંગેનું (જે તે સ્વરોજગાર અંગેનું) રાજ્યપત્રિત અધિકારીલોકસભાનાવિધાનસભાના અથવા મ્યુનિસિપલ કોર્પોરેટરની અસલ પ્રમાણપત્ર અવશ્ય જોવાનું રહેશે. તમામ દિવ્યાંગ ઉમેદવારોને ચાલ-ચલગત પોલીસ વેરીફીકેશન પ્રમાણપત્ર સાથે જોડવું. અધુરી વિગતો વાળી અથવા સમય મર્યાદા બહારની અરજી વિચારણામાં લેવામાં આવશે નહી. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીબહુમાળી ભવનસી-બ્લોકપહેલે મળેઅમરેલીનો રૂબરૂ અથવા ફોન દ્વારા (૦ર૭૯ર) રર૩૩૯૪ પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts