fbpx
અમરેલી

અમરેલીના સાંસદ કાછડીયા ના પુત્રવધુ તરફ થી તેમના ભાઈને રાખડી બાંધતા પહેલા તેમના વિસ્તારમાં સફાઈ કામ કરતા કોરોના વોરિયર્સને રાખડી બાંધી કોરોના વોરિયર્સનું અનોખું સન્માન

વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં દરેક તહેવારો પણ આપણે સૌ સાવચેતી પૂર્ણ ઉજવી રહ્યા છીએ ત્યારે આજે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે *અમરેલીના સાંસદ  નારણભાઈ કાછડીયા ના પુત્રવધુ  માયાબેન પીયૂષભાઈ કાછડીયા તરફ થી તેમના ભાઈને રાખડી બાંધતા પહેલા તેમના વિસ્તારમાં સફાઈ કામ કરતા કોરોના વોરિયર્સને રાખડી બાંધી કોરોના વોરિયર્સનું અનોખું સન્માન કરેલ હતું.
આ તકે સાંસદએ સૌને અપીલ કરતા જણાવેલ છે કે, આપ પણ આપના વિસ્તારમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સને રાખડી બાંધી તેમનું સન્માન કરો તેવી અપેક્ષા સાથે સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ..

Follow Me:

Related Posts