fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના થોરડી- ઘનશ્યામનગર રોડ અંત્યત નબળી ગુણવતા અને ગેરરીતી આચરી ને બિસ્માર હાલતમાં થયેલ રોડ માં સરકાર શ્રી ના નાણા નો દુર્વ્યય થતા આ થયેલ કામગીરી બાબતે તકેદારી આયોગ ની તપાસ માટે નાયબ મુખ્યમંત્રી ને પત્ર પાઠવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

અમરેલી જિલ્લા ના સાવરકુંડલા તાલુકાના થોરડી-ઘનશ્યામનગર રોડ  ટુકસમય પહેલા કરવામાં આવેલ હતો આ કામમાં  ગેરરીતી અને નબળા કામ અંગેની ધારાસભ્ય ના કાર્યાલય નાં પ્રત્રાંક ધાસસા/૪૯૬/૨૦૧૮ તા. ૦૨/૧૧/૨૦૧૮ થી પત્ર પાઠવેલ હતો પરંતુ સબંધિત વિભાગના વડા  અને જેતે કામકરનાર એજન્સી ના સાંઠગાંઠ ના કારણે આ કામ અંગે થયેલ ગેરરીતી તેમજ નબળી કામગીરી અંગે તપાસ કરવા જણાવેલ પરંતુ તેમની આજદિન સુધી કોઈ તપાસ કે આગળની ઘટિત કાર્યવાહીનાં થતા તેમજ આ રોડ ગેરેંટી પીડીયર માં હોય આ રોડ નું કામ અંત્યંત નબળું હોવાથી હાલ સામાન્ય વરસાદ થવાથી રોડ નું ધોવાણ થઈ રહ્યું છે, અને આ રોડ અતિ બિસ્માર હાલતમાં થયેલ છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, જેમાં આ કામમાં અંત્યંત હલકી ગુણવતા વાળું મટીરીયલ વાપરીને કરવામાં આવેલ હોય તેવું ફલિત થવા પામેલ છે, અને જેમાં તંત્ર નાં અધિકારી અને એજન્સી ના કોન્ટ્રાક્ટરો વચ્ચે સાંઠગાંઠ અને મિલીભગત નાં કારણે સરકારને ગેરમાર્ગે દોરી અને સરકાર ના નાણા નો દુર્વ્યય કરવામાં આવેલ છે.તથા સરકારશ્રીની તિજોરી પર ભારણ વધારવામાં આવતું હોય, જેથી આ બાબતે નાયબ મુખ્યમંત્રી  ગાંધીનગર ને ખાસ આ કામે તપાસ નીમવા આદેશ આપી યોગ્ય કસુવાર સામે કાયદેસરની ની કાર્યવાહી થવા. ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા પત્ર પાઠવામાં આવેલ છે.

Follow Me:

Related Posts