fbpx
અમરેલી

ગુજકોમાસોલના ચેરમેન – ઈફકોના વાઈસ ચેરમેન તેમજ સહકાર શીરોમણી અને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દિલીપ સંઘાણીએ ખરે ટાણે ખાતર પુરૂ પાડયું

ગુજકોમાસોલના ચેરમેન – ઈફકોના વાઈસ ચેરમેન તેમજ સહકાર શીરોમણી અને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દિલીપ સંઘાણીએ ખરે ટાણે ખાતર પુરૂ પાડયું ખેતી કરતા તમામ સમાજ વતી સંઘાણીનો આભાર માનતા જીલ્લા સહકારી ખરીદ – વેચાણ સંઘના પ્રમુખ શ્રી જયંતિભાઈ પાનસુરીયા હાલમાં ખેતિમાં દરેક પાકને સમયસર યુરીયા ખાતરની જરુરીયાત છે . તે માટે ખેડૂતો ચિંતીત હતા . વરસાદ સમયસર હોવાથી મોલાતને યુરીયા ખાતરની પાકની વૃધ્ધિ માટે ખાસ જરૂરીયાત હોય છે , અને હાલમાં કોરોના વાયરસને હિસાબે આયાતી ખાતર બહારથી આવતુ બંધ હોય ત્યારે યુરીયા ખાતરની અછત ઉભી થાય તે સ્વાભાવીક છે . પરંતુ આંતરરાષ્ટ્રિય દેશ લેવલે ઈફકોના વાઈસ ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ખેતિ અને ખેડૂતની સમસ્યાને ધ્યાનમાં લઈ ખરા ટાણે યુરીયા ખાતરની શકય એટલી ઓછી ઘટ પડે અને સમયસર સહકારી માળખા મારફત વિતરણ વ્યવસ્થા ગોઠવી અને સમગ્ર અમરેલી જીલ્લાને ખરા ટાણે યુરીયા ખાતર પુરુ પાડી સુંદર વ્યવસ્થા ગોઠવવા બદલ ખુબખુબ અભિનંદન પાઠવુ છું , અને ખેડૂતોના કે.સી.સી.ધીરાણ પણ પોતાના અને ટીમ સહકાર દ્રારા રીવોલ્વીંગ ફંડ એકટ્ર કરી હજારો ખેડુતોને ધીરાણ નવા જુનુ કરાવી આપવા બદલ સમગ્ર અમરેલી જીલ્લાના ખેડૂતો શ્રી દિલીપભાઈ સંઘાણીને ખુબખુબ આભનંદન પાઠવે છે તેમ અમરેલી જીલ્લા સહકારી ખરીદ – વેંચાણ સંઘ અને ઈફકો , ન્યુ દિલ્હી ના ડેલીગેટ જયંતિભાઈ પાનસુરીયા ની અખબારી યાદીના અંતમાં જણાવાયેલ છે .
Follow Me:

Related Posts