fbpx
અમરેલી

અમરેલી સહકાર શિરોમણી દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને સફાઈ કામદારોને રાખડી બાંધી માસ્ક અને સંજીવની લાડુ વિતરણ કરાયું

. કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં સૌથી વધારે કોરોના વોરીયર્સ તરીકે કામગીરી કરવામા આવી હોય તો તે આપણા દેશના સફાઈ કામદાર છે . આવી મહામારીમા પોતાની જાતની પરવા કર્યા વિના સમગ્ર દેશને સ્વચ્છ રાખવાનું કામ કરી રહયા છે જેના લીધે સમગ્ર સમાજ તંદુરસ્ત રહી શકે . રક્ષા બંધનના પાવન પર્વ નિમીતતે મધર કલબ ઓફ અમરેલી તેમજ ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડીટ સોસાયટી દ્વારા કોરોના વોરીયર્સ ને રાખડી બાંધવાનો નિર્ણય લેવામા આવ્યો સંસ્થાના પ્રમુખ ભાવનાબહેન ગોંડલીયાએ જણાવ્યુ હતુ કે સફાઈ કામદાર થી કોરોના વોરીયર્સ કોય નથી સંપુર્ણ સોસ્યલ ડીસ્ટન્સ સાથે કાર્યક્રમ કરી સફાઈ કામદારોને રક્ષા સાથે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ઈમ્યુનીટી પાવર વધારવા માટે ઉપયોગી એવા સંજીવની લાડુ આપવામાં આવ્યા હતા . આ સન્માન માત્ર અમરેલીના સફાઈ કામદાર જ નહી પરંતુ સમગ્ર દેશમા સફાઈ કામદારો તેમનો પરિવાર સ્વસ્થ રહે સુરક્ષીત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી આ તકે ચેરમેન દિલીપભાઈ સંઘાણી , સાંસદ નારણભાઈ કાછડીયા , ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીના પ્રમુખ ગીતાબેન સંઘાણી , અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા , અમર ડેરીના વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી , અમરેલી શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ જોશી , મીહલા વિકાસ ગૃહના પ્રમુખ અરૂણાબેન માલાણી , મંત્રી નિતાબેન વાઘાણી , અમરેલી જીલ્લા સહકારી સંઘના પ્રમુખ મનીશભાઈ સંઘાણી , અમરેલી નગર પાલીકાના પૂર્વ પ્રમુખ અલ્કાબેન ગોંડલીયા , ધીરૂભાઈ વાળા , શૈલેષભાઈ પરમાર , ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડીટ સોસાયટીના ડીરેકટર અનસુયાબેન શેઠ , નિકિતાબેન મહેતા , રેખાબેન પરમાર , રેખાબેન માવદીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા . આ કાર્યક્રમમા દિલીપભાઈ સંઘાણીએ તેમના વકતવ્યમાં જણાવ્યુ હતુ કે ડોકટર કોરોના વોરીયર્સ તરીકે સેવા કરે છે ત્યારે સુરક્ષીત કીટ પહેરીને કામ કરી શકે છે પરંતુ સફાઈ કામદારોને એવી કોઈ વ્યવસ્થા નથી છતા પણ સતત તે આ કામ કરી રહયા છે વિકાસ ગૃહ ખાતે આ કાર્યક્રમ થયો છે ત્યારે ભૂતકાળમાં વિકાસ ગૃહની દિકરીના લગ્ન પ્રસંગે સફાઈ કામદાર બહેનનુ આથઘરણું તેમજ ઢોલીના ચાંદલાને સૌથી શ્રેષ્ઠદાન ગણાવ્યું હતું એ પ્રસંગને યાદ કરીને સફાઈ કામદારોને પ્રોત્સાહિત કર્યા હતા .

Follow Me:

Related Posts