fbpx
અમરેલી

ધારી ખાતે પૂર્વ ધારાસભ્‍ય જે.વી. કાકડીયાની ઉપસ્‍થિતિમાં સરસ્‍વતિ સન્‍માન કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં ધારીની માર્કેટ યાર્ડ ખાતે શ્રી સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ ટ્રસ્‍ટ ધારીની કમીટી દ્વારા જ્ઞાતિના ધોરણ 10 અને ધોરણ 1રના 80% થી ગુણવત્તા પ્રાપ્ત કરેલ 6 વિધાર્થીઓને તેમના વાલીઓ સાથે બોલાવવામાં આવેલ. જેમા ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા સરસ્‍વતી પૂજન બાદ ઉપસ્‍થિત પૂર્વ ધારાસભ્‍ય જે.વી. કાકડિયા તેમજ અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા તેમજ બજરંગ ગૃપ ધારીના પ્રમુખ પરેશભાઇ પટ્ટણી તેમજ મયુરભાઇ જોષી તેમજ ચલાલા શહેર ભાજપ મહામંત્રી જયરાજભાઇ વાળા તેમજ ટ્રસ્‍ટના પ્રમુખ મહેન્‍દ્રભાઇ ગાંડલિયાના વરદ હસ્‍તે 6 વિધાર્થીઓને શૈક્ષણિક કિટ અને સન્‍માનપત્ર અર્પણ કરી સન્‍માન કરવામાં આવ્‍યું. આ સાથે ઉપસ્‍થિત ટ્રસ્‍ટના મહામંત્રી વિનોદ ભાઇ સરવૈયા સંગઠન મંત્રી જયેશ ભાઇ રૂડકિયા, ખજાનચી બાલુભાઇ સરવૈયા તેમજ સદસ્‍ય હરેશભાઇ આંબલિયા દ્વારા ઘોષણા કરવામાં આવેલ કે જ્ઞાતિના વર્ષ ર0ર0ના ધોરણ બાલમંદિરથી કોલેજ સુધીના પાસ થયેલ જ્ઞાતિના 10પ વિદ્યાર્થીઓને હોમ ટુ હોમ શૈક્ષણિક કિટ વિતરણની કામગીરી આજથી શરૂકરી દેવામાં આવશે. આ સાથે ટ્રસ્‍ટ દ્વારા જ્ઞાતિના ચોથા વિધાર્થી સન્‍માન કાર્યક્રમની પરંપરા જળવાઈ રહી ના હેતુસર ઉપસ્‍થિત દરેક ને સહ સંગઠન મંત્રી વિનુભાઇ માળવીએ આભાર વ્‍યક્‍તત કરેલ.

Follow Me:

Related Posts