fbpx
અમરેલી

ખાંભા તાલુકાનો રાયડી ડેમ ઓવર ફલો થતાખેડૂતો ના પાકને થયેલ નુકશાનનો સર્વે કરાવવા અને વળતર ચુકવવા સરકારમાં રજૂઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા


અમરેલી જીલ્લામાં પડેલ વરસાદને લીધે ખાંભા તાલુકામાં આવેલ રાયડી ડેમ
ઓવર-ફલો થતા ડેમ નીચે આવતા જાફરાબાદ તાલુકાના નાગે અને મીઠાપુર
તથા રાજુલા તાલુકાના સાંજણાવાવ ગામે ખેડૂતોને વ્‍યાપક પ્રમાણમાં નુકશાન થયેલ
હોવા બાબતે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાને સ્‍થાનિક આગેવાનો અને
ખેડૂતો દ્વારા જાણ કરાતા સાંસદએ તાત્‍કાલીક ગુજરાત સરકારના માન. કૃષિ
મંત્રી આર.સી.ફળદુમાન. પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
(હકુભા), અમરેલી કલેકટર આયુષકુમાર ઓક અને જીલ્લા ખેતીવાડી અધિકારી
કાનાણીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી રાયડી ડેમ હેઠળ આવતા તમામ
ગામોમાં નુકશાનીનો સર્વે કરાવવા અને ખેડૂતોને થયેલ નુકશાનનું તેમને સત્‍વરે
વળતર મળી રહે તે માટેની કાયૅવાહી કરવા અસરકારક રજૂઆત કરેલ છે.

Follow Me:

Related Posts