fbpx
અમરેલી

અમરેલી ના ચલાલા ખાતે પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ટૂલકીટનું વિતરણ કરાયું

ચલાલા ખાદી કાર્યાલય ખાતે અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વિવિધ યોજનાના લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ટૂલકીટનું વિતરણ કર્યું હતું.

રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા સ્વનિર્ભર થવા માટે ઘણી યોજનાઓ હાલ કાર્યરત છે. પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સરકારની માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને સેન્ટીંગ કામકડિયા કામદરજી કામપંચર કામભરત કામ જેવા વિવિધ નાના મોટા વ્યવસાયો માટે ટૂલકિટનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ મંત્રી વી.વી. વઘાસીયાયુવા અગ્રણી  હિરેનભાઈ હિરપરાકૌશિકભાઈ વેકરીયાકમલેશ કાનાણી તેમમ સબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts