fbpx
અમરેલી

માર્કેટયાર્ડ અમરેલીનાં ડીરેકટર ધીરૂભાઈ ગઢિયાનું દુ : ખદ અવસાન થતા શોકસભા યોજાઈ

માર્કેટયાર્ડ અમરેલીનાં ડીરેકટર ધીરૂભાઈ ગઢિયાનું દુ : ખદ અવસાન થતા શોકસભા યોજાઈ .. ગત તા .૦૩ / ૦૮ / ૨૦૨૦ ને શુક્રવાર નાંરોજ માર્કેટયાર્ડનાં ડિરેકટર ધીરૂભાઈ ગઢિયાનું દુઃખદ અવસાન થયેલ સદ્ગતનાં માનમાં આજરોજ અમરેલી નવા માર્કેટયાર્ડ ખાતે માર્કેટયાર્ડના ચેરમેનમોહનભાઈ નાકરાણીનાં અધ્યક્ષસ્થાને એક શોકસભાનું આયોજન કરવામાં આવેલ હતુ . આ શોકસભામાં માર્કેટયાર્ડનાં વેપારીભાઈઓ , કમિશન એજન્ટભાઈઓ , માર્કેટયાર્ડનાં કર્મચારીભાઈઓ તેમજ માર્કેટયાર્ડના ડિરેકટરશ્રીઓએ ઉપસ્થિત રહી સગતને શ્રધ્ધાંજલી અર્પી હતી . ચેરમેનશ્રી મોહનભાઈ નાકરાણીએ જણાવેલ કે , ધીરૂભાઈ ગઢિયા ખૂબજ મિલનસાર સ્વભાવના હતા . હરકોઈ પ્રત્યે લાગણી ધરાવતા હતા . મારા સાથી ડિરેકટર તરીકે ખૂબજ સહયોગી રહયા છે . અંતમાં સદ્ગતનાં અવસાનથી તેમના કુટુંબીજનો , મિત્રો પર આવી પડેલ અસહય દુઃખ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્માં બળ અને શકિત અર્પે તેમજ સદ્દગતના આત્માને પ્રભુ ચિર શાંતી અર્પે એવી પ્રાર્થના …

Follow Me:

Related Posts