fbpx
અમરેલી

પાકવીમાને લઈને સરકાર પારદર્શક નથી : ધાનાણી

ખેડૂતોના પાકવીમા પ્રીમિયમનાં નામેભ્રષ્‍ટાચારનો આક્ષેપ  પાકવીમાને લઈને સરકાર પારદર્શક નથી : ધાનાણી  ઊંચા વીમા પ્રીમિયમ બાદ ખેડૂતોને પાકવીમો ન મળે કે એનો હિસાબ આપવામાં આવતો નથી  કેન્‍દ્ર અને રાજય સરકાર દ્વારા પાકવીમા કંપનીઓ સાથે મળી જનતાને નાણા લૂંટવાનું ષડયંત્ર ચાલતું હોવાનો આક્ષેપ ગુજરાત વિધાનસભાનાં વિપક્ષીનેતા પરેશ ધાનાણીએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, વર્ષ ર016થી અમલમાં આવેલી પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના ખેડૂતો માટે લૂંટનારી યોજના પુરવાર થઈ રહી છે. ખેડૂતો ર% કે પ% વીમા પ્રીમિયમ ભરી સામે કેન્‍દ્ર સરકાર અને રાજય સરકાર સંયુકત રીતે પ0% જેટલું માતબર વીમા પ્રીમિયમ પાક વીમા કંપનીઓને ચુકવે છે. જે જનતાની તિજોરીનાં નાણા સરકારની માનીતી કંપનીઓને આપવાનું કાયદેસરનું ષડયંત્ર છે. કોઈપણ પ્રકારના વીમામાં પ0% પ્રીમિયમ આપવાની ઘટના વિશ્‍વમાં આ પહેલી ઘટના છે આટલું ઊંચુ વીમા પ્રીમિયમ આપ્‍યા બાદ પણ જો ખેડૂતોને પાકવીમો ન મળે કે એનો હિસાબ ન મળે કે પાક વીમાના આંકડાઓ પણ ન મળે એ સ્‍પષ્‍ટ સાબિત કરે છે કે કેન્‍દ્ર સરકાર, રાજય સરકાર અને પાક વીમા કંપનીઓ સાથે મળી જનતાનાં નાણાં લૂંટવાનું માટેનું એક મોટું ષડયંત્ર છે. પ્રધાનમંત્રી પાકવીમા યોજનામાંખેડૂતોને કાયદેસર મળવાપાત્ર પાકવીમો ન ચૂકવી, પાકવીમાનો હિસાબ ન આપી, તેના આંકડાઓ જાહેર ન કરી રાજય સરકાર કૌભાંડ કરી રહી છે તેનો હિસાબ આપવામાં આવે તેવું કોંગ્રેસ પક્ષના સનિષ્ઠ ધારાસભ્‍યોએ વિધાનસભા ગૃહમાં અને વિધાનસભા ગૃહની બહાર વારંવાર અનેક વખત માંગણી કરીને મુખ્‍યમંત્રી અને કૃષિમંત્રીનું અનેક વખત ઘ્‍યાન દોર્યુ છે. તેમ છતાં સરકાર ઘ્‍વારા કોઈ જ કાર્યવાહી કરવાને બદલે કેન્‍દ્ર સરકારની ગાઈડલાઈનથી ઉપરવટ જઈ પાકવીમાના પત્રકો, આંકડાઓ ત્રણ વર્ષ સુધી જાહેર ન કરવાનો મનમાની ભરેલો પરિપત્ર કરવામાં આવ્‍યો તે સાબિત કરે છે કે સરકાર પાકવીમાં કૌભાંડને ઢાંકપિછોડ કરવા માંગે છે અને આ કૌભાંડમાં સરકાર કે અન્‍ય કોઈની ભાગીદારી ખુલ્‍લી ન પડી જાય તેની રખેવાળી કરે છે.

31 ડિસેમ્‍બર ર019નાં રોજ કોંગ્રેસ પક્ષ ઘ્‍વારા જુનાગઢ જિલ્‍લાનાં મેંદરડા તાલુકાના દેવગઢ અને અમરગઢ ગામના પાકવીમાનાં પત્રકો સાથે જાહેર કર્યુ હતું કે પાકવીમા પ્રતી હેકટર 61,000 રૂપિયાનો મસ મોટો ભ્રષ્‍ટાચાર થયો છે. તાજેતરમાં જ 1 ઓગષ્‍ટ ર0ર0નાં રોજ ખેડૂત એકતા મંચ ઘ્‍વારા જુનાગઢ જિલ્‍લાના માણાવદર તાલુકામાં પ્રતી હેકટર 64,000 રૂપિયા કરતા વધારે અને સુરેન્‍દ્રનગર જિલ્‍લાના મૂળી તાલુકામાં પ્રતી હેકટર 46,000 કરતા વધારેભ્રષ્‍ટાચાર થયો છે તેવું જાહેર માઘ્‍યમોના માઘ્‍યમથી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ બન્‍ને તાલુકાઓને ઉપલક્ષમાં રાખી હિસાબ કરીએ તો એક જ વર્ષમાં એક જ ઋતુમાં જુનાગઢ જિલ્‍લામાં 1,000 કરોડ રૂપિયા અને સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં પપ0 કરોડ રૂપિયા કરતા વધારે ભ્રષ્‍ટાચારથયો છે.

ઉપરોકત તમામ બાબતો પરથી સ્‍પષ્‍ટ થાય છે કે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જયારથી અમલમાં આવી છે ત્‍યારથી દર વર્ષે 1પથી ર0 હજાર કરોડનો ભ્રષ્‍ટાચાર થયો છે. માત્ર 4 જ વર્ષમાં પ0થી 60 હજાર કરોડનો ખેડૂતોનો પાકવીમો પાકવીમા કંપનીઓ ચાઉં કરી ગઈ છે અને તેમાં રાજય સરકાર સરખી ભાગીદાર છે.

જો રાજય સરકાર પાકવીમાના ભ્રષ્‍ટાચારમાં ભાગીદાર ન હોય તો અમારી માંગણી છે કે, વર્ષ ર016-17થી વર્ષ ર019-ર0 સુધી 4 વર્ષમાં દરેક ઋતુના દરેક પાકમાં કયાં ? કેટલો ? કેવી રીતે ભ્રષ્‍ટાચાર થયો તે નીચેની બાબતો તપાસવા નમ્ર અરજ છે.

(1) ચાર વર્ષમાં થયેલા દરેક ઋતુવાર, દરેક પાકના ક્રોપ કટિંગના પત્રક 1, ર, 3 અને 4 જાહેર કરવામાં આવે તેની એ.વાય. અને ટી.વાય જાહેર કરવામાં આવે. (ર) રાજય સરકાર હાઈકોર્ટના સીટીંગ જજની બનેલી તપાસ સમિતિ ઘ્‍વારા તટસ્‍થ તપાસ કરાવે. (3) 4 વર્ષના આંકડાઓ અને પત્રકાનો અને ચૂકવાયેલ પાકવીમાનો મેળ બેસાડવામાંઆવે. (4) મીોહ એ રાજય સરકારને અને રાજય સરકારે પાકવીમા કંપનીને જે આંકડાઓ આપ્‍યા છે તેની સાથે પાકવીમાનાં ક્રોપ કટિંગના પત્રકો અને ખેડૂતોને ખરેખર ચૂકવાયેલ પાકવીમા રકમની સરખામણી કરવામાં આવે. (પ) સરકારે આપેલા પાકવીમાના આંકડાઓ અને તેના પરથી ચૂકવાયેલ પાકવીમામાં કયા સ્‍ટેજ પર ખોટું થયું છે તેની તપાસ કરવામાં આવે. (6) પાકવીમાના પત્રકોમાં લખેલ વજન અને તેના આધારે મંજુર થયેલ પાકવીમામાં તફાવત આવતો હોય ત્‍યારે લગત ગ્રામ સેવક ઉપરાંત પાકવીમા યોજનાને લગત તા. 9/9/16નાં રજય સરકારના પરિપત્ર મુજબની બનેલી તાલુકા સમિતિના તમામ સભ્‍યો, જિલ્‍લા કક્ષાની સમિતિના તમામ સભ્‍યો, રાજયકક્ષાની સમિતિના સભ્‍યો તેની નજર સમક્ષ થયેલ ભ્રષ્‍ટાચાર વિરૂઘ્‍ધ કેમ ચૂપ રહૃાા તેની તપાસ કરવામાં આવે. (7) ક્રોપ કટિંગના પત્રકો, અપાયેલ આંકડાઓ યોગ્‍ય હોય તેમ છતાં ખેડૂતોને પાકવીમો ઓછો મળ્‍યો હોય તો એ સ્‍પષ્‍ટ છે કે આંકડાઓ અને પત્રકોથી ઉપરવટ જઈ રાજય સરકાર અને પાકવીમા કંપનીઓએ બંધ બારણે બેઠક કરી ખેડૂતોના હકકનો પાકવીમો કોણ ચાઉં કરી ગયા છે. (8) પાકવીમાની પ્રક્રિયામાં થયેલા ભ્રષ્‍ટાચારમાં ગ્રામ સેવકથી લઈ રાજયના ખેતી નિયામક સુધીના અધિકારીઓ અને કૃષિમંત્રી સુધીના જે કોઈ પદાધિકારીઓની સામેલગીરી માલુમ પડેતેની સામે ફોજદારી રહે પગલા લેવામાં આવે. (9) 4 વર્ષમાં જે ખેડૂતોને કાયદેસર મળવાપાત્ર પાકવીમો હતો તે નથી મળ્‍યો તેવા ખેડૂતોને પાકવીમા કંપનીઓ પાસેથી વસુલી તેના વ્‍યાજ સાથે પાકવીમો ચુકવવામાં આવે.

માત્ર 4 વર્ષમાં જ પ0 થી 60 હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્‍ટાચાર સરકાર અને પાકવીમા કંપનીઓની મિલીભગતથી થયો છે જો ભ્રષ્‍ટાચાર ન થયો હોય તો રાજય સરકાર ઉપરોકત 4 વર્ષના દરેકે વર્ષના દરેક ઋતુના ક્રોપ કટિંગના પત્રકો, તેના આંકડાઓ, એ.વાય. અને ટી.વાય. જાહેર કરે. ગુજરાતના ખેડૂતો હિસાબ કરી લેશે કે કયા ખેડૂતને કયા વર્ષમાં કઈ ઋતુમાં કયા પાકનો કેટલો પાકવીમો મળવાપાત્ર હતો અને તેની સામે કેટલો મળ્‍યો છે.

સરકાર પાસેથી વિરોધપક્ષ તરીકે અમે પારદર્શક વહીવટની અપેક્ષા રાખીએ છીએ અને અમને વિશ્‍વાસ છે કે સરકાર 4 વર્ષના પાકવીમાના ઉપરોકત તમામ પત્રકો, આંકડો અને હિસાબ આપી હાઈકોર્ટના સીટીંગ જજની તપાસ સમિતિ બનાવી તેમની પાસે તપાસ કરાવી પોતાની પારદર્શિતા સાબિત કરશે તેમ અંતમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts