fbpx
અમરેલી

મરીન પીપાવાવ પોસ્ટે ના કોવાયા ગામે જાહેરમાં જુગાર રમતા ચારેય ઇસમોને રોકડ રકમ કુલ રૂ.૧૧૮૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી મરીન પીપાવાવ પોલીસ

અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય  નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે સાવરકુઁડલા ડિવીજનના નાયબ પોલીસ અધિક્ષક  કે.જે.ચૌધરી  તથા રાજુલા સર્કલ સી.પી.આઇ જી.જે.રાવત  માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ.  ડી.સી.સાકરીયા  તથા મરીન પીપાવાવ પોલીસ સ્ટાફ  ના માણસો મરીન પીપાવાવ પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં.0794/2020 જુગાર ધારા કલમ ૧૨ મુજબ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ચાર  ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ હોય  જે તમામ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.
જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો
(૧) રવિભાઇ ખોડાભાઇ ચૌહાણ ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે.કોવાયા  તા.રાજુલા જી.અમરેલી
(૨) શામજીભાઇ ડાયાભાઇ બોરીચા ઉ.વ.૪૫ ધંધો-પ્રો.નોકરી રહે.કોવાયા કોલાની તા.રાજુલા જી.અમરેલી
(૩) રાઘાભાઇ હાકાભાઇ રાતોલા ઉ.વ.૨૯ ધંધો-મજુરી રહે.કોવાયા તા.રાજુલા જી.અમરેલી
(૪) ભવાભાઇ રૂખડભાઇ લાખણોત્રા ઉ.વ.૩૨ ધંધો-પ્રા.નોકરી રહે.કોવાયા તા.રાજુલા જી.અમરેલી
પકડાયેલ મુદામાલ રોકડા રૂ.૧૧૮૯૦ તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૧૧૮૯૦ નો મુદ્દામાલ.

Follow Me:

Related Posts